જીયો સહિત તમામ કંપનીઓ વસુલશે ચાર્જ : રિપોર્ટ

નવીદિલ્હી : ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જીયોની એન્ટ્રી બાદ જબરદસ્ત પ્રાઇસવોર ચાલી રહી છે. કંપનીઓમાં સસ્તો ડેટા અને ફ્રી કોલ્સની હોડ ચાલી રહી છે. જો કે એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સનાં અનુસાર આ રેસ લાંબી નહી ચાલે. એક સમય બાદ આ કંપનીઓ પોતાનાં રેટ વધારી દેશે. એસએન્ડપી ગ્લોબલનાં અનુસાર જિયોએ ભારે ડિસ્કાઉન્ટની મદદથી 10 ટકા સબ્સ્ક્રાઇબર બેઝ પર કબ્જો જમાવી લીધો છે. પરંતુ આ છૂટ હંમેશા માટે ચાલુ નહી રહે.

આ રિપોર્ટમાં જણાવાયું કે જયોનું આ ડિસ્કાઉન્ટ પોતાનાં અંતિમ તબક્કામાં છે અને આગામી 12થી 18 મહિનાની અંદર આ કંપની કમાઇ અંગે વિચારવા લાગેશે. નોંધનીય છે કે રિલાયન્સ જીયોની એન્ટ્રી બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે નાણાકીય વર્ષ 2018માં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની કમાણીમાં 5-10 ટકાનો ઘટાડો નોંધાયો છે.

You might also like