13 અંકોના નંબરની ટેસ્ટિંગ માટે સરકારે આપ્યો આદેશ, આ કામોમાં થશે ઉપયોગ

ટેલિકૉમ વિભાગે દેશભરની ટેલિકૉમ કંપનીઓને 13 ડિજિટવાળા નંબર જારી કરવાનો આદેશ આપ્યો છે, જોકે હાલમાં આ 13 ડિજિટવાળા નંબર ટ્રાયલ તરીકે હશે. ટેલિકૉમ વિભાગે M2M નંબરની ટેસ્ટિંગની અનુમિત BSNL, એરટેલ, રિલાયન્સ જિયો, આઇડિયા અને વોડાફોનને આપી છે.

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ દેશની તમામ ટેલિકૉમ કંપનીઓ M2M સર્વિસ આપવા માટે કહ્યુ છે. જણાવી દઇએ કે, 13 ડિજિટ ધરાવતા નંબર જારી કરવાની આદેશ માત્ર મશીન ટૂ મશીન (M2M)કૉમ્યૂનિકેશન માટે છે, મોબાઇલ નંબર માટે નહી. M2M કૉમ્યૂનિકેશનનો ઉપયોગ સ્માર્ટ ઇલેક્ટ્રિક કાર અને કાર ટ્રેકિંગ માટે કરવામાં આવશે, આ સિવાય તેનો ઉપયોગ સ્માર્ટ હોમ માટે પણ થશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અફવાહ હતી કે ટૂંક સમયમાં તમારો મોબાઇલ નંબર બદલવા જઇ રહ્યો છે. સરકાર 10 ડિજિટના મોબાઇલ નંબર્સની જગ્યાએ 13 ડિજિટનો નવો નંબર જારી કરવાની તૈયારીમાં છે. આ મામલામાં ટેલિકૉમ વિભાગે કહ્યુ કે, તમામ યૂઝર્સ માટે 13 ડિજિટ ધરાવતા મોબાઇલ નંબર જારી કરવાની રિપોર્ટ સંપૂર્ણ રીતે અફવાહ છે.

You might also like