તેલંગાણાનાં TRS નેતાએ પૂર્વ પત્નીને માર્યો ઢોર માર, Video વાઇરલ

તેલંગાણાઃ તાજેતરમાં જ એક સત્તાધારી TRS નેતાનો એક શરમજનક વિડીયો સામે આવ્યો છે. જેમાં બીજા લગ્નનો વિરોધ કરવા પર પ્રથમ પત્નીને તેનાં પતિ દ્વારા માર મારવામાં આવ્યો છે. પૂર્વ નેતાની પત્ની ઘરની બહાર તેનાં બીજા લગ્નનો વિરોધ કરી રહી છે અને વિરોધ કરતા તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ નેતા પી. શ્રીનિવાસ રેડ્ડીએ પોતાની પત્નીને ઢોર માર માર્યો હતો.

પ્રથમ પત્ની નેતાનાં બીજા લગ્નનો વિરોધ કરવા શ્રીનિવાસનાં ઘરે પહોંચી હતી અને પછી ઘરમાં તેણે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા તેને માર મારીને ધક્કા મારીને તેને ઘરની બહાર કાઢી મુકવામાં આવી હતી.

જો કે નેતાની પૂર્વ પત્નીએ તેનાં પર આરોપ લગાવ્યો હતો કે તેનાં પતિએ પોતાને ડિવોર્સ આપ્યા વગર જ અન્ય યુવતી સાથે લગ્ન કર્યા છે અને તેની સાથે સંબંધ બનાવી દીધાં છે.

જો કે આ મામલે હવે સોશિયલ મીડિયામાં આનો વીડિયો ઘણો વાઇરલ થઇ રહ્યો છે. જેને લઇ અનેક તર્ક-વિતર્કો પણ થઇ રહ્યાં છે. સાથે આ વીડિયોને એક શરમજનક ઘટના પણ કહેવામાં આવી રહી છે.

You might also like