તેલંગાણા: ટ્રેક્ટર-ટ્રોલી નહેરમાં ખાબકતાં 14 મહિલા સહિત 1 બાળકનું મોત, 7 ઘાયલ

તેલંગાણાઃ રાજ્યનાં યદાદ્રી જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીંયાં આજે એક ટ્રેક્ટર-ટ્રોલીનાં નહેરમાં ખાબકી જવાંથી 15 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં 14 મહિલાઓ અને 1 બાળક શામેલ છે.

પોલીસે આ સમગ્ર ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું કે વિરૂદ્ધ દિશામાંથી આવી રહેલ ટુવ્હિલરને બચાવવાનાં પ્રયાસમાં ટ્રેક્ટર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. તેઓએ કહ્યું કે આ ઘટના અંદાજે સવારનાં 10 કલાકે લક્ષ્માપુરમ ગામની નજીકમાં ઘટી હતી.

20થી પણ વધુ લોકો હતાં સવારઃ
રાહત અને બચાવ અભિયાનનું ધ્યાન રાખી રહેલ પોલીસ આયુક્ત એસ રમેશનાં જણાવ્યા અનુસાર ટ્રોલીમાં 20થી પણ વધુ લોકો સવાર હતાં. આ મૃતકોમાં 14 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકો ઘાયલ થયાં છે કે જેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

You might also like