લાલુપુત્ર તેજસ્વી બનશે ડેપ્યુટી સીએમ : મંત્રીમંડળમાં લાલુનુ પલડુ રહેશે ભારે

પટના : બિહાર ચૂંટણીમાં સૌથી વધારે 80 સીટ જીતનારી આરજેડીનો પ્રભાવ નીતીશ કુમારનાં મંત્રીમંડળ પર સ્પષ્ટ વર્તાઇ રહ્યો છે. આરજેડીના સૂત્રોનાં અનુસાર તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બનશે. લાલુનો બીજો પુત્ર તેજપ્રતાપને પણ એકાદ ખાતુ સોંપાય તેવું નક્કી છે. અબ્દુલ બારી સિદ્દીકીને નાણા મંત્રાલય સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે. સૂત્રોનાં અનુસાર શુક્રવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં નીતીશ બાદ શપથ લેનારા લોકોમાં તેજસ્વી જ સૌથી આગળ રહેશે. ચુંટણીનાં પરિણામો આવ્યા બાદથી જ અનુમાન લગાવાઇ રહ્યું હતું.જો કે હવે તે સમાચાર કન્ફર્મ થઇ ચુક્યા છે.
સૂત્રોનાં અનુસાર આરજેડી ધારાસભ્ય તેજસ્વીને ધારાસભ્યોનાં દળનાં નેતા પસંદ કરશે. એવી પણ અટકળો વહી રહી છે કે નીતીશનાં મંત્રીમંડળમાં લગભગ 40 મંત્રીઓ શપથ લેશે. જેમાં લાલુનાં નજીકનાં નેતાઓને મજબુત પોર્ટફોલીયો આપવામાં આવે તેવી શક્યતા છે.
કોંગ્રેસનાં એક નેતાએ જણાવ્યું કે તેમની પાર્ટી સ્પીકરની પોસ્ટ માટે આરજેડી અને જેડીયુ સાથે વાત ચાલી રહી છે. તેમણે તે પણ જણાવ્યું કે 9 વખત ચૂંટણી જીતી ચુકેલા સદાનંદ સિંહને સ્પીકર બનાવવામાં આવે તેવી શક્યતા છે. સિંહે રાબડી દેવીની સરકારમાં પણ 2000 થી 2005 સુધી સ્પીકર રહી ચુક્યા છે. જો કે અમુક વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસની સ્પીકર પદની માંગ ફગાવાય તેવી શક્યતા છે. કારણ કે બંન્ને પાર્ટીઓ પોત પોતાનાં સ્પિકર ઇચ્છી રહી છે ત્યારે કોંગ્રેસને સ્પીકર પદ સોંપવામાં આવે તેવી શક્યતા ઓછી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારની શપથ ગ્રહણ સમારંભ શુક્રવારે બપોરે 2 વાગ્યે રાજધાનીનાં ગાંધી મેદાનમાં યોજાનાર છે.

You might also like