તેજસ્વીએ લોકોને સમસ્યા જણાવવા અપેલા નંબર પર માત્ર લગ્નના પ્રસ્તાવ

પટના : બિહારનાં લોકોને જાણે લગ્ન સિવાય બીજુ કાંઇ વિચારતા જ ન હોય તે રીતે લગ્નનાં ધનાધન પ્રસ્તાવ આપી રહ્યા હતા. જેના પરથી બિહાર હાલ સુખી અને ખુશમાં હોવાનું પણ સાબિત થાય છે. કારણે ફરિયાદનાં પ્રમાણમાં લગ્નનાં પ્રસ્તાવ ઘણા મોટા પ્રમાણમાં હતા. જેથી બિહારમાં અચ્છે દિન આવ્યા છે તેવું કહીએ તો નવાઇ નહી. કારણ કે તેજસ્વી દ્વારા જાહેર કરાયેલ વોટ્સએપ નંબર પર માત્ર લગ્નના જ પ્રસ્તાવો જોવા મળ્યા હતા.

બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવના વોટ્સએપ પર લગ્નના 44 હજારથી વધુ પ્રસ્તાવ મળી રહ્યાં હોવાના મીડિયા અહેવાલે હલચલ મચાવી મૂકી છે. વાસ્તવમાં બિહારમાં ખરાબ રોડોની ફરિયાદ કરવા માટે પ્રજાને એક પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવને એક વોટ્સએપ નંબર મળ્યો હતો.

એક અધિકારીએ કહ્યું કે, તેજસ્વી દ્વારા જાહેર કરવામાં આવેલા નંબર પર 47 હજાર સંદેશોમાં લગભગ 44 હજાર લગ્નના પ્રસ્તાવ સાથે જોડાયેલા હતા. રસ્તાઓના સમારકામ સાથે જોડાયેલા માત્ર ત્રણ હજાર સંદેશ આવ્યા હતા. રાજ્યના લોક નિર્માણનો પણ વિભાગ સંભાળનાર તેજસ્વી યાદવ ટ્વિટર અને ફેસબુક પર પણ ઘણાં સક્રિય છે.

You might also like