Categories: India

વાયુસેનામાં તેજસના પ્રવેશથી સેનાની તાકાતમાં વધારો થયો

તાજેતરમાં દેશમાં પ્રથમ વાર નિર્મિત બે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસને બેંગલુરુ ખાતે એરફોર્સમાં વિધિવત્ સામેલ કરવામાં આવ્યાં હતાં. મેઇડ ઇન ઇન્ડિયા તેજસની પ્રથમ સ્ક્વોડ્રોનનું નામ ‘ફલાઇંગ ડેગર્સ-૪પ’ રાખવામાં આવ્યું છે. તેજસ અત્યાર સુધીમાં તમામ પરીક્ષણોમાંથી સફળતાપૂર્વક બહાર આવતાં આ બંને આધુનિક વિમાનોને એરફોર્સમાં સામેલ કરાયાં છે. આના કારણે સેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે.

જાહેર ક્ષેત્રની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે બંને સ્વદેશી તેજસ બનાવ્યાં હતાં. તેજસ વિમાને રપ૦૦ કલાકની સફરમાં ૩,૦૦૦ વખત ઉડાન ભરી છે અને તેનું અત્યાર સુધીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. તેજસનાં પરીક્ષણ એર માર્શલ જસબીર વાલિયા અને એચએએલના અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યાં હતાં. તેજસની પ્રથમ સ્ક્વોડ્રોનને બે વર્ષ સુધી બેંગલુરુમાં જ રાખવામાં આવશે અને ત્યાર બાદ તેને તામિલનાડુના સલુરમાં શિફ્ટ કરવામાં આવશે.

એરફોર્સને મળ્યા બાદ આ ફ્રન્ટલાઇન જેટ જેવાં કે સુખોઇ-૩૦-એમકેઆઇ, જગુઆર, મિરાજ-ર૦૦૦ની રેન્કમાં સામેલ થયું છે. ત્રીજું તેજસ એરક્રાફટ લગભગ તૈયાર છે, તેને પણ ટૂંક સમયમાં વાયુદળમાં સામેલ કરવામાં આવશે. એલસીએ પ્રોગ્રામને મેનેજ કરવા માટે ૧૯૮૪માં એરોનોટિક ડેવલપમેન્ટ એજન્સી બનાવવામાં આવી હતી. એલસીએ પ્રથમ ઉડાન ર૦૦૧માં ભરી હતી. અત્યાર સુધીમાં એલસીએ ૩૧૮૪ વખત ઉડાન ભરી ચૂક્યું છે.

તેજસ પ૦,૦૦૦ ફૂટની ઊંચાઇ સુધી ઉડાન ભરી શકે છે. તેજસની પાંખો ૮.ર૦ મીટર પહોળી છે અને તેેની લંબાઇ ૧૩.ર૦ મીટર અને ઊંચાઇ ૪.૪૦ મીટર છે. તેજસનું વજન ૬,પ૬૦ કિલોગ્રામ છે. તેજસ દુશ્મનોના વિમાન પર હુમલા કરવા માટે હવામાંથી હવામાં પ્રહાર કરી શકે તેવી ડર્બી મિસાઇલ્સ અને જમીન પર નિશાન માટે આધુનિક લેસર ડેઝિગ્નેટર અને ટાર્ગેટિંગ પોઇન્ટથી સજ્જ છે. તેજસની ફલાઇટ કંટ્રોલ સિસ્ટમ પણ જબરદસ્ત છે. તેજસનું માળખું કાર્બન ફાઇબરથી બનેલું છે, જે ધાતુની તુલનાએ અનેકગણું હળવું અને મજબૂત હોય છે. તેજસ સેન્સર વેવ રડારથી સજ્જ છે, જે દુશ્મનના વિમાન કે જમીન પરથી હવામાં છોડવામાં આવેલ મિસાઇલની તેજસને તાત્કાલિક જાણ કરે છે.

એર ચીફ માર્શલ અરુપ રહાએ ગત ૧૭ મેના રોજ ૩૦ મિનિટ સુધી તેજસનું ટ્રેનર વર્ઝન ઉડાડ્યું હતું. તેજસ એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડાર અને એડ્વાન્સ્ડ ઇલેક્ટ્રોનિક વોર ફેર ઇડબ્લ્યુ ફેસિલિટીથી સજ્જ છે. તેથી તેજસ આગામી દિવસોમાં વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો કરશે. સ્વદેશી યુદ્ધવિમાન બનાવવાનો વિચાર ૧૯૭૦ના દાયકામાં આવ્યો હતો. ૧૯૮૫માં વાયુસેનાઅે આવાં વિમાનોની તેની અપેક્ષાની યાદી સોંપી દીધી હતી ત્યારે લાગતું હતું કે આ વિમાન ૧૯૯૪ સુધીમાં તૈયાર થઈ જશે અને ધીમે ધીમે જૂના મિગ વિમાન-૨૧ યુદ્ધવિમાનનું સ્થાન લેશે, પરંતુ પહેલું તેજસ વિમાન ૨૦૦૧માં ઉડાન ભરી શક્યું હતું. વાયુસેનાની જરૂ‌િરયાત મુજબ તેને ઢાળવામાં વધુ દોઢ દાયકો લાગી ગયો. છેવટે તાજેતરમાં આવાં બે વિમાન ભારતીય વાયુસેનાને સોંપી દેવામાં આવ્યાં છે.

વાયુસેનાના પાઈલટનું માનવું છે કે ભલે તેમની પાસે આ વિમાન મોડેથી આવ્યાં, પરંતુ તે સારી હાલતમાં આવ્યાં હોવાથી તેમાં ઉડાન ભરવાનો ફ્રાન્સમાં બનેલા મિરાજ-૨૦૦૦ વિમાન કરતાં સારો અનુભવ છે, તેમાં વિદ્યુત સંચાલિત રડાર, ઈલેક્ટ્રોનિક યુદ્ધ ઉપકરણ, આકાશમાં ઈંધણ ભરવાની સુવિધા છે. આ ઉન્નત મિસાઈલ સાથે જોડાઈ શકે છે, જોકે તેજસના પ્રવેશ માટે લાંબો ઈંતેજાર કરવો પડ્યો તેના પરથી સબક શીખવાની જરૂર છે. નોંધપાત્ર અે છે કે હાલ જે વિમાન વાયુસેનાને મળ્યું છે તે તેજસનું અેમકે-૧ સંસ્કરણ છે. વર્તમાન સંરક્ષણની બાબતો સામેના પડકારની દૃષ્ટિએ વધુ ઉપયુક્ત સંસ્કરણ અેમકે-૨ આવવામાં હજુ ત્રણથી પાંચ વર્ષ લાગી શકે તેમ છે.

મે-૨૦૧૫માં રજૂ થયેલા અહેવાલમાં સીઅેજીઅે અનેક ખામીઓ તરફ સંકેત વ્યક્ત કરતાં અેમકે-૧ની યુદ્ધ સંબંધી તૈયારીઓ અંગે કેટલાક ગંભીર સવાલ કર્યા હતા. અેમકે-૧ સંભવતઃ બે દાયકા પહેલાંની જરૂરિયાતને અનુરૂપ હતું. યોજના અેવી હતી કે સમય જતાં તેજસનાં વધુ સક્ષમ સંસ્કરણ આવતાં રહેશે, તેમાં વિલંબ કેમ થયો તે વિવાદાસ્પદ બાબત છે. વિમાન બનાવનારી કંપનીનો દાવો છે કે વાયુસેનાઅે વારંવાર ફેરફાર કર્યા હતા તેથી આમ થયું હતું.

divyesh

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

1 hour ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

2 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

2 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

2 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

2 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

2 hours ago