તેજ પ્રતાપનો પલટવાર, PM મોદીનો ટીનુ જૈન સાથેનો ફોટો શેર કર્યો

નવી દિલ્હીઃ શાર્પ શૂટર મોહમ્મદ કેફ સાથેના ફોટાને લઇને વિવાદમાં ફસાયેલા બિહારના સ્વાસ્થ્ય મંત્રી અને લાલૂ પ્રસાદ યાદવના પૂત્ર તેજ પ્રતાપ યાદવે પીએમ મોદીનો એક ફોટો શેર કરીને બીજેપી પર નિશાન સાધ્યું છે. તેજ પ્રતાપે કહ્યું હતું કે મારૂ રાજીનામું માંગનાર અને સેક્સ રેકેટ ચલાવનાર ટીનૂ જૈને સોથી પહેલા પીએમ મોદીનું રાજીનામુ માંગવું જોઇએ.

તેજ પ્રતાપે ટીનૂ જૈન અને પ્રધાનમંત્રીની ફોટોને ફેસબુક પર અને ટવિટર પર શેર કરી અને લખ્યું છે કે ટીનૂ જૈન સેક્સ રેકેટ ચલાવતો હતો અને બીજેપીનો સભ્ય પણ હતો. પ્રધાનમંત્રીથી લઇને દરેક મોટા નેતા સુધી તેની પહોંચ છે. બીજેપીની આડામાં જ તે નમો બ્રિગેડ આર્મી ચલાવી રહ્યાં હતા.

પત્રકાર રાજદેવ રંજનની હત્યા મામલે આરોપી મોહમ્મદ કેફનની એક ફોટો મંગળવારે તેજ પ્રતાપ સાથે વાયરલ થઇ હતી. ત્યારે લાલૂના પુત્રએ સ્પષ્ટતા કરી હતી કે તેની સાથે હજારો લોકો ફોટો પડાવે છે. તે બધાને તો નથી ઓળખતો આ ફોટોમાં તેજ પ્રતાપ યાદવને કેફ ફૂલનો ગુલદસ્તો આપી રહ્યો હતો. જો કે તે વાત સામે નથી આવી કે અસલમાં આ ફોટો ક્યારેનો છે.

You might also like