મારા લગ્નમાં ભૂત-પિશાચ બધા આવશેઃ તેજપ્રતાપ યાદવ

બિહારના પૂર્વ સ્વાસ્થય મંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે સીબીઆઈ દ્વારા મરાયેલ છાપા બાબતે મજાક કરી છે. પટણામાં સોમવારે એક કાર્યક્રમમાં તેજપ્રતાપને જ્યારે લગ્ન માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મારા લગ્નમાં સીબીઆઈ અને ભૂત પિશાચ બધા આવશે.’

દહેજનો વિરોધ કરી રહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારના અભિયાન વિશે તેજપ્રતાપે કહ્યું કે, ‘જો પુત્રીના પિતા દહેજ આપવા માગતા હોય તો કોઈ કઈ રીતે રોકી શકે?’ ઉલ્લેખનીય છે કે ગાંધી જયંતિના પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોને શપથ લેવડાવી હતી કે, જે લગ્નમાં દહેજ લેવામા અને આપવામા આવશે તે લગ્નમાં જવું નહીં.

જો કે લાલુના મોટા પુત્રનો હાલમાં લગ્નનો કોઈ ઈરાદો નથી. તેજપ્રતાપ યાદવે પહેલા કહ્યું હતું કે, તે આ વર્ષના નવેમ્બરમાં લગ્ન કરશે, પરંતુ હવે સરકાર નહીં રહેવાના કારણે તેમણે પોતાનો ઈરાદો બદલી નાખ્યો છે.

તેજપ્રતાપ યાદવે મીડિયાને કહ્યું હતું કે, ‘હાલમાં સ્થિતિ કંઈક અલગ છે. તમને પણ ખબર છે કે તમને લોકોને માત્ર ખેંચતા જ આવડે છે. હાલમાં ઈડી અને સીબીઆઈ દ્વારા બધું કેવી રીતે દબાવવામાં આવી રહ્યું છે, તે તમે જોઈ રહ્યા છે. સૃજન કૌભાંડમાં કેન્દ્ર સરકાર સામેલ છે.’

You might also like