તેજબહાદુર વતન પહોંચ્યા : કોર્ટમાં જઇને લડાઇ લડવાની જાહેરાત

રેવાડી : બીએસએફમાં ખરાબ ખાવાની ફરિયાદ કરતો વીડિયો બનાવનાર જવાન તેજ બહાદુર યાદવ બરખાસ્ત થયા બાદ પોતાનાં ઘર રેવાડી પરત ફર્યો છે. ગુરૂવારે સાંબાથી રેવાડી પહોંચ્યા હતા. ઘરવાળા અને અન્ય લોકોએ માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. જવાને કહ્યું કે મે જવાનોના ભલા માટે વીડિયો બનાવ્યો હતો. લડાઇ લડતો રહીશ. બુધવારે બીએસએફ તેજ બહાદુરને બરખાસ્ત કરી દેવાયો હતો.

રેવાડી પહોંચ્યા બાદ તેજ બહાદુરે કહ્યું કે પસાર થયેલો સમય મારા જીવનનો ખુબ જ કઠીન સમય હતો. પરંતુ મે હિમત ન હારી. વાડિયો બનાવીને પોતાની વાત નેતાઓ સુધી પહોંચાડવા પાછળનો મારો ઉદ્દેશ્ય જવાનોની ભલાઇ કરવાનો અને દેશની સેવા કરવાનો છે. તેજ બહાદુરે કહ્યું કે હવે હું હાઇકોર્ટ જઇશ અને સરકારને અપીલ કરીશ. મારૂ માનવું છે કે કોર્ટમાં સૌને ન્યાય મળ્યો છે તો મને પણ મળશે.

આ પ્રસંગે તેમની પત્નીએ કહ્યું કે આવી જ પરિસ્થિતી રહેશે તો કોઇ માતા પોતાના બાળકોને અને ન તો કોઇ પત્ની પોતાનાં પતિને આર્મીમાં મોકલશે. ઉલ્લેખનીય છે કે, તેજ બહાદુરે વીઆરએસ માંગ્યું હતુ પરંતુ તેમની માંગ સ્વિકારવામાં નહોતી આવી.

You might also like