તહમીના જાંજુઆ પાકિસ્તાનના પહેલા મહિલા વિદેશ સચિવ બન્યા

ઇસ્લામાબાદઃ વરિષ્ઠ રાજનાયિક તહમીના જાંજુઆએ સોમવારે પાકિસ્તાનના વિદેશ સચિવ તરીકે પદગ્રહણ કર્યું છે. પાકિસ્તાનમાં આ મહત્વના પદ પર પ્રથમ મહિલા તહમીના જાંજુઆ બન્યા છે. તહમીના હાલના વિદેશ સચિવ એજાજ અહેમદ ચૌધરીનું સ્થાન લેશે. ચૌધરી અમેરિકામાં પાકિસ્તાનના નવા રાજદૂત બનશે. વિદેશ વિભાગ અનુસાર તહમીના જાંજુઆ માર્ચ 2017 પહેલા સપ્તાહમાં વિદેશ સચિવ તરીકે પદભાર સંભાળશે. આ પહેલાં સ્થાનીય મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિત આ પદની દાવેદારીમાં સૌથી આગળ હતા. તહમીના હાલ જિનિવામાં સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાનીય પ્રતિનિધિ અને રાજદૂત તરીકે સેવા આપી રહ્યાં છે.

વિદેશ વિભાગે કહ્યું કે તેઓ ઉમદા રાજનાયિક છે અને તેમની પાસે 32 વર્ષ કરતા વધારે અનુભવ છે. તેમણે ઇસ્લામાબાદ સ્થિત કાયદા-એ-આજમ વિશ્વવિદ્યાલય અને ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી હતી. તહમીના ડિસેમ્બર 2011થી ઓક્ટોમ્બર 2015 સુધી ઇટલીમાં પાકિસ્તાની રાજદૂત રહી ચૂક્યાં છે. વર્ષ 2011માં તેઓ પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા પણ હતા.

http://sambhaavnews.com/

You might also like