૯૫ ટકા ભારતીઓને પેઢાની બીમારી હોય છે

ભારતમાં દાંતની સમસ્યાને બહુ ગંભીરતાથી લેવામાં અાવતી નથી. તાજેતરમાં એક સર્વેમાં નોંધાયેલી વિગતો ચોંકાવનારી છે. ભારતમાં લગભગ ૫૦ ટકા લોકો ટૂથબ્રસનો ઉપયોગ જ કરતા નથી. ૧૫ વર્ષથી નાની ઉંમરના ૭૦ ટકા બાળકોના દાંત ખરાબ થઈ ચૂક્યા હોય છે. ઈન્ડિયન મેડિકલ એસોસીએશન અનુસાર ભારતીયો નિયમિતપણે ડેન્ટિસ્ટ પાસે જવાના બદલે ખાદ્ય ચીજો કે પીવાની ચીજો જાતે ઉપચાર કરી લેવાની કોશિશ કરે છે. જંકફૂડ અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પણ દાંતની સમસ્યા થાય છે. નવજાત શિશુઓને બોટલથી દૂધ અપાય તો પણ તેમના દાંતની પોઝિશન બગડે છે.
http://sambhaavnews.com/

You might also like