સાવધાન! કિશોરવસ્થામાં મુશ્કેલી ના બની જાય શારિરીક સંબંધ

આજના આધુનિક સમયમાં તો કિશોરાવસ્થામાં જ યુવક-યુવતીઓ બધુ જ જાણી લેવા અને અનુભવ હાંસલ કરી લેવા ઈચ્છે છે. મોટાભાગના લોકોને આ વાત નહીં ખબર હોય કે ભારત દુનિયાના એવા દેશોમાંથી એક છે જ્યાં કિશોરાવસ્થામાં ગર્ભવતી થનારી યુવતીઓની સંખ્યા સૌથી વધુ પ્રમાણમાં છે. જોકે મોટાભાગની યુવતીઓ પરિણીત હોય છે.

એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે માતા-પિતાને જ્યારે તેમના કિશોર સંતાનના સેક્સ સંબંધની જાણ થાય છે, તો તેઓ તેમને ખીજાવાની કે તેમના ઉપર સખત પ્રતિબંધો લગાવવાની જગ્યાએ પોતાની આંખો મીચી લેતા હોય છે. માત્ર એક તૃતીયાંશ પેરેન્ટ્સ જ આ વિશે પોતાના બાળકો સાથે ખુલીને વાત કરે છે અને તેમને શિક્ષિત કરે છે. મોટાભાગના લોકો પોતાના બાળકની સામે પોતાની પત્ની અથવા પતિના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાથી ખચકાતા હોય છે. તેમજ પેરેન્ટ્સ અને બાળકોની વચ્ચે સેક્સ જેવા અતિ ગંભીર મુદ્દા પર મર્યાદિત વાતચીત જ થતી હોય છે. કદાચ આ જ કારણ છે કે કિશોરોની મોટી સંખ્યા બે જીવન જીવે છે અને જ્યારે માતા-પિતાને તેમની સેક્સ લાઇફ વિશે જાણ થાય છે તો તેઓ હેરાન થઈ જાય છે.

તેમના સંતાનોને સેક્સ સંબંધે પેરેન્ટ્સ પાસેથી કોઈ માહિતી ન મળવાથી તેઓ ઇન્ટરનેટનો સહારો લેતા હોય છે. પેરેન્ટ્સને મોટાભાગે તેની માહિતી નથી હોતી કે બાળક ઇંટરનેટ પર શું જોવે છે. પરિણામે થાય છે એવું કે તેઓ ઇન્ટરનેટ પર અશ્લીલ સાઇટ્સ જોવા લાગે છે. આ સાઇટ પર આકર્ષિત કરવાના ઇરાદાથી સેક્સને બજારમાં વહેંચાતી વસ્તુઓના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે, જેમાં અંતરંગતાની જગ્યાએ વાસના અને તૃપ્તિ પર વધુ ભાર મૂકવામાં આવે છે અને બાળકો સેક્સ વિશે પહેલી વિચારધારા કદાચ તેનાથી જ બનાવે છે.

કિશોરાવસ્થામાં વ્યક્તિ ન તો શારીરિક રીતે અને ન તો માનસિક રીતે સંબંધ કાયમ કરવા માટે ફિટ હોય છે. એવામાં આ માતા-પિતાની જવાબદારી બને છે કે તેઓ પોતાના સંતાનોને આ વિશે યોગ્ય માર્ગદર્શન આપે તથા ખુલીને વાત કરે.

મનોવૈજ્ઞાનિકોના એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે 11થી 13 વર્ષની ઉંમરમાં જ કિશોરો ઇન્ટરનેટ પર અશ્લીલ વસ્તુઓ જોવાનું શરૂ કરી દે છે, જેમાં 80 ટકા યુવકો હોય છે. આધુનિક જીવનશૈલીને લીધે સ્કુલના વિદ્યાર્થીઓને યોન રોગ અને તેનાથી બચાવ સંબંધી માહિતી આપવાની ડિમાન્ડ જોર પકડતી જાય છે. વાસ્તવમાં તો આજેય આ બાબતે જાગૃતિનો ભારે અભાવ છે.

You might also like