ટીનેજર્સ માટે મેકઅપ ટિપ્સ

સ્કૂલગોઈંગ ટીનેજર્સ હવે તેમના દેખાવ બાબતે કોન્સિયસ થયા છે. ફિલ્મો અને ટીવી સિરિયલ્સની ફેશનથી અંજાયેલા ટીનેજર્સ પણ હવે મેકઅપનો વપરાશ કરતા થયા છે. કોઈ ફંક્શન કે પાર્ટી હોય ત્યારે મોટેરાં જેટલો જ ખર્ચ ટીનેજર્સ પોતાના માટે કરે છે. આવા સંજોગોમાં ટીનેજર્સ માટે મેકઅપ ટિપ્સ ઉપયોગી થઈ પડશે. મેકઅપ અંગે ટિપ્સ આપતાં ધ બેબ હેર એન્ડ બ્યુટી સ્ટુડિયોનાં નિતુ હરિયાણી જણાવે છે કે ટીનેજર્સે મેકઅપ કરતા પહેલાં સૌપ્રથમ તો તેમનો સ્કિનટોન જાણી લેવાની જરૂર છે. આ માટે કેટલાક સરળ રસ્તા છે જેની મદદથી તમે ઘેરબેઠા સ્કિનટોન જાણી શકો છો.

સ્કિનટાઈપ જાણવા માટે આટલું કરો
ટીનેજર્સે મેકઅપ કરતાં પહેલાં તેની સ્કિન કેવા પ્રકારની છે તે જાણવું જરૃરી છે. આ માટે સૌપ્રથમ અરીસા સામે ઊભા રહો. જો તમારાં નોઝ અને ફોરહેડ ઓઈલી લાગે તો તમારી સ્કિન ઓઈલી છે. જો ફેસવોશ કર્યા બાદ સ્કિન ખેંચાતી હોય તેવું લાગે તો તમારી સ્કિન ડ્રાય છે. જો ચહેરા પર ખીલ કે અન્ય ફોડલીઓ થતી હોય તો તમારી સ્કિન ઓઈલી છે. સ્કિન ટાઈપ જાણવાની સાથે સાથે સ્કિનને હેલ્ધી રાખવી પણ એટલી જ જરૃરી છે અને આ માટે દિવસમાં ઓછામાં ઓછા ૧૪ ગ્લાસ પાણી પીવું જ જોઈએ.

*      સ્કિન ટાઈપ જાણ્યા બાદ મેકઅપ લગાવવાની શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ ચહેરા પર મોઇશ્ચરાઈઝર લગાવો. મોઇશ્ચરાઈઝર લગાવવાથી જો ચહેરાનો કેટલોક ભાગ ડ્રાય હશે તો તે ભાગ પર મેકઅપ ઊઘડશે નહીં.

*      મોઇશ્ચરાઈઝર લગાવ્યા બાદ વૉટરબેઝડ ફાઉન્ડેશન લગાવો. મોઇશ્ચરાઈઝર લગાવ્યાની પાંચ-સાત મિનિટ બાદ ફાઉન્ડેશન લગાવો

*      ફાઉન્ડેશન લગાવ્યા બાદ ટ્રાન્સલુઝન પાઉડર અથવા કોમ્પેક્ટ લગાવો. તેને સારી રીતે ડેબ કરો

*      હવે આઈ મેકઅપ લગાવો. આ માટે સૌપ્રથમ આઈબ્રોને યોગ્ય રીતે બ્લેક પેન્સિલથી શેપ કરો. બાદમાં આઈબ્રોની એક્ઝેક્ટ નીચે ગોલ્ડન અથવા સિલ્વર હાઈલાઈટર લગાવો. બાદમાં આઈ સૉકેટ પર આઈશેડો લગાવો

*      કાજલ, આઈલાઈનર અને મસ્કરા લગાવી લુક ફિનિશ કરો

*      હોઠના ચળકાટ માટે લિપ પેન્સિલથી લિપ લાઈન કરો અને બાદમાં હોઠ પર લિપસ્ટિક ભરો.

*      ચિકબોન્સ પર બ્લશઓન લગાવો

*      જો તમે ટ્રેડિશનલ આઉટફિટ પહેરતાં હોવ તો બિંદી લગાવો

*      આઉટફિટની સાથે મેચિંગ થાય તેવો મેકઅપ હવે ઓછો ટ્રેન્ડમાં છે. હવે આઉટફિટ અને મેકઅપ કોન્ટ્રાસ્ટ શેડના રાખવાની ફેશન ઈન છે

*      જો દિવસના સમયે ફંક્શન હોય તો ન્યૂડ શેડ વધુ વપરાય છે જ્યારે રાત્રિના સમયે ડાર્ક કલર વધુ વપરાય છે. ખાસ કરીને ઓરેન્જ લિપસ્ટિક ઈન છે.

સોનલ અનડકટ

You might also like