મંદિરમાં ચાર વર્ષની બાળકી સાથે કિશોરે અડપલાં કર્યાં

અમદાવાદ: શહેરમાં બાળકી તેમજ સગીરા પર શારીરિક અડપલાંના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. શાહીબાગ અને ઓઢવમાં બાળકી સાથે શારીરિક અડપલાંની ઘટના મણિનગરમાં બળિયાદેવના મંદિરમાં એક ચાર વર્ષની માસૂમ બાળકી પર કિશોરે શારીરિક અડપલાં કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ગઇ કાલે બાળકીને મંદિરમાં લઇને જઇને તેની પર અડપલાં કર્યાં હતાં.

મણિનગર વિસ્તારમાં રહેતા રાજુભાઇ (નામ બદલેલ છે)એ મણિનગર પોલીસ સ્ટેશનમાં ૧૭ વર્ષના કિશોરે વિરુદ્ધ છેડતી તેમજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે રાજુભાઇની ચાર વર્ષની પુત્રી ગઇકાલે રમતી હતી ત્યારે પડોશમાં રહેતા કિશોરે તેને બળિયાદેવના મંદિરમાં લઇ ગયો હતો.

મંદિરમાં લઇ જઇને સગીરે રાજુભાઇની પુત્રી સાથે અડપલાં કર્યાં હતાં. દરમિયાનમાં કોઇ મંદિરમાં આવી જતાં તે રંગે હાથ ઝડપાઇ ગયો હતો. ઘટનાની જાણ રાજુભાઇને થતા તેઓ તાત્કાલીક તેમની પુત્રીને લઇને મણિનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા જ્યાં તેમને સગીર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. પોલીસે કિશોરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like