કંઇક આવો હોય છે સ્કૂલ દિવસનો પ્રેમ

સ્કૂલ કોલેજોના દિવસોમાં થયેલો પ્રેમ વધારે બુકના પેજમાં જ રહી જાય છે. કેટલીક વખત એવું પણ થાય છે કે આ જન્મના બંધનમાં પણ જોડાઇ જાય પરંતુ આવા કિસ્સા અમુક વખત જ સાંભળવા મળ્યા છે. શું તમે કોઇ દિવસ વિચાર્યું છે કે આવું શું કામ થાય છે કે ટીનએજનો પ્રેમ એક રહસ્ય બની જાય છે?

રિલેશનશિપની બાબતને લઇને થનારા રિસર્ચમાં તાજેતરમાં જ એક વાત સામે આવી છે કે ટીનએજમાં લવ પ્રેમ તો હોય છે પરંતુ તેનાથી વધારે કોમ્પલિકેશન આવવાનું શરૂ થઇ જાય છે અને પછી ધીરે ધીરે સોફ્ટ ફિલીંદ ખતમ થઇ જાય છે.

1. ટીએજમાં થતો પ્રેમ બહારના દેખાવ અને સુંદરતા તરફ વધારે આકર્ષાય છે અને આ જ કારણ હોય છે કે એકબીજાની ભાવનાને સમજવામાં અસફળ રહે છે.

2. પ્રેમની શરૂઆતમાં એક બીજાની સાથે સમય કાઢવો એ જ સારું હોય છે અને તેના માટે માટોભાગે ક્લાસ બંક કરવો ક્યાં તો પછી ધરે ખોટું બોલવું. પરંતુ આ બધા કારણથી કર્યર અને ભણતર પર નુકસાન થાય છે તો એક બીજા ઉપર આરોપ મૂકવામાં આવે છે. અહીંથી થાય છે ઝઘડાની શરૂઆત અને વાતોનું ખોટું માની જાય છે.

3. બધું સારું ચાલી રહ્યું હોય છે અને અચાનક કોઇ એક દિવસ કોઇકના કંઇક કહેવા પર બધું તૂટી જાય છે. સામાન્ય રીતે ટીનએજમાં કોઇ એકના ના પાડવા પર બીજો વ્યક્તિ એવું વિચારવા લાગે છે કે કદાચ તેનું મન તેનાથી ભરાઇ ગયું છે અને આવું મોટા ભાગે છોકરીઓ સાથે થાય છે.

4. ટીનએજમાં લવમાં કેર અને રિસપેક્ટને સમજવી ઘણી મુશ્કેલ છે અને આ જ કારણથી કકપલ્સ એકબીજાને સમજી શકતા નથી. છોકરાઓ કોઇ પણ કારણ વગર પોતાનો હક જતાવવાનું શરૂ કરે છે અને આ કારણથી છોકરીઓ પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરે છે.

5. ટીનએજ હોય કે એડલ્ટ, જલન દરેક ઉંમરની રિલેશનશીપમાં હોય છે. એડલ્ટ રિલેશનમાં એકબીજાને સમજવામાં આવે છે, પરંતુ ટીનએજની નાસમજ તેને સમજવા દેતી નથી.

You might also like