ટીનેજ લવઃ ધો-૧૨ની પરીક્ષા બાદ વિદ્યાર્થી, વિદ્યાર્થિની ભાગી ગયાં!

અમદાવાદ: શહેરના નરોડા અને સરદારનગરમાં ધો.૧રમા અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યા‌િર્થની બોર્ડની પરીક્ષા આપ્યા બાદ ભાગી જતા તેમના પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે. ત્રણ વર્ષથી એક બીજાંને પ્રેમ કરતા વિદ્યાર્થીઓને શોધવા માટે પોલીસ તજવીજ શરૂ કરી છે.

નાના ચિલોડા પાસે આવેલા કરાઇ ગામ ખાતે બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો રાજુ (રહે નરોડા) અને બંગલા એરિયામાં આવેલી ઇન ફન્ટ જીસસ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં આભ્યાસ કરતી હિરલ (રહે નોબલનગર) એક બીજાંને પ્રેમ કરતાં હોવાથી છેલ્લા બે દિવસથી ધર છોડીને જતા રહ્યાં છે. ધોરણ 10માં સુધી હિરલ બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી રાજુ સાથે પ્રેમ સંબધ હોવાનું જાણવા મળતાં તેની સ્કૂલ બદલાવી દીધી હતી.

ત્રણ ચાર દિવસ પહેલાં તેની બોર્ડની પરીક્ષા પૂરી થઇ છે તારીખ 30મી માર્ચના રોજ વહેલી સવારે મોર્નિગ વોકનું કહીને તે રાજુ સાથે જતી રહી છે.  ત્યારે બીજી તરફ રાજુના પિતાએ જણાવ્યું છે કે ગઇ કાલે સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ રાજુની તપાસ કરવા માટે આવ્યા હતા. બોર્ડની પરીક્ષા પછી રાજુ નરોડા રાજમંદિર કોમ્પ્લેક્ષમાં જિમ કરવા માટે જાય છે.

તારીખ 30મી માર્ચના રોજ વહેલી સવારે રાજુ સવારે 5 વાગે જિમ કરવા માટે ગયો પરંતુ તે ઘરે પરત આવ્યો નહીં. જેથી અમે તપાસ શરૂ કરી. ગઇ કાલે પોલીસ ઘરે આવી ત્યારે અમને ખબર પડી કે તે હિરલ સાથે જતો રહ્યો છે. નરોડા પોલીસ તેમજ સરદારનગર પોલીસ બંને વિદ્યાર્થીઓના ંઅપહરણની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
(પાત્રોનાં નામ બદલ્યાં છે)
http://sambhaavnews.com/

You might also like