જો વાદા કિયા વો નિભાના પડેગા…

ટેક્નોલોજીનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ, દેશ અને વિશ્વ વિકાસની દિશામાં સતત આગળ વધતાં રહે છે. તેનો એક નમૂનો હાલમાં રેલ મંત્રાલયે પૂરો પાડ્યો. દેશને ડિજિટલાઇઝેશન તરફ વાળવા માટે સરકાર દ્વારા રેલવે સ્ટેશનો પર ફ્રી વાઇફાઇ સેવા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલાં દ. ભારતના કોલ્લમ રેલવે સ્ટેશન પર મફત વાઇફાઇ સેવા ઉપલબ્ધ થઇ એ સાથે જ ફ્રી વાઇફાઇ ધરાવતાં રેલવે સ્ટેશનોની સંખ્યા સોને પાર કરી ગઇ. ભારતીય રેલતંત્ર દ્વારા વર્ષ ૨૦૧૬માં સો રેલવે સ્ટેશનોને વાઇ-ફાઇથી સજ્જ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, જે આખરે સિદ્ધ થયું.

હવે નવા વર્ષમાં મુસાફરોની સુવિધા માટે નવાં ૪૦૦ રેલવે સ્ટેશનો પર વાઇફાઇ સેવા શરૂ કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયે ગૂગલની મદદથી દેશનાં સૌથી વ્યસ્ત સો રેલવે સ્ટેશનો પર વાઇફાઇ સેવા શરૂ કરી છે. રેલ મંત્રાલયની આ પહેલથી સ્વાભાવિક રીતે મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. હવે જોઇએ સોનો આંકડો પાર કરનારું રેલવે મંત્રાલય નવા વર્ષમાં ૪૦૦ના આંકડાંનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે કે નહીં.
http://sambhaavnews.com/

You might also like