સાવધાન! ટેક્નોલોજીના વધુ પડતા વપરાશથી હાથની પકડ નબળી પડી રહી છે

અાખો દિવસ હાથમાં મોબાઈલ, ટેબ્લેટ અને અાઈપેડ લઈને મચેડ્યા કરવાની અાદતે અાપણા અાંગળાંની પકડ ઢીલી પાડી દીધી છે. ખાસ કરીને યંગ લોકોની. ૧૯૮૦ની સાલ પછીથી જેન્મેલા લોકો માટે અાજકાલ મિલેનિયલ્સ શબ્દ વપરાય છે. અાવાં યંગસ્ટર્સમાં ટેક્નોલોજીની માઠી અસરો ખૂબ વર્તાઈ રહી છે એવું અમેરિકાની વિન્સ્ટન સેલેમ સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોં કહેવું છે.

રિસર્ચરોએ ૨૦થી ૩૪ વર્ષની વયના ૨૩૭ લોકોની હાથની પકડની મજબૂતાઈ તપાસીને નોંધ્યું છે કે પુરુષોના હાથનો ફોર્સ ૨૦ પાઉન્ડ જેટલો અને સ્ત્રીઓના હાથનો ફોર્સ ૧૦ પાઉન્ડ જેટલો ઘડી ગયો છે. ટચ-સ્ક્રીન અને સ્માર્ટફોનનો વપરાશ કરવા માટે હાથ અને અાંગળીઓની મૂવમેન્ટમાં સોફ્ટનેસ રાખવી જરૂરી છે.

You might also like