વિમાનના એન્જિનમાં ફસાઈ જતાં એર ઈન્ડિયાના કર્મચારીનું મોત

મુંબઇ: મુંબઈ એરપોર્ટ ઉપર એક ભયાનક દૂર્ઘટનામાં ગ્રાઉન્ડ સ્ટાફના એક કર્મચારીનું મોત નિપજયું હતું. આ કર્મચારી એર ઈન્ડિયાની ફલાઈટની પાસે ઊભો હતો કે ત્યારે જ તેનું એન્જિનમાં ફસાવાથી મોત નિપજયું હતું. ઘટના પછી એર ઈન્ડિયાએ તપાસના આદેશ આપી દીધા છે પરંતુ મુંબઈ જેવા વ્યસ્ત એરપોર્ટ ઉપર આ પ્રકારની દુર્ઘટનાએ અહીંની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. દુઘર્ટના એવી ભયાનકતા એ વાતથી લગાવવામાં આવી રહી છે કે કર્મચારીનો પોસ્ટમોર્ટમ પણ સંભવ નથી કારણ કે તેનું પૂરેપૂરુ શરીર નષ્ટ થઈ ચુકયું છે.

એર ઈન્ડિયા સીએમડી અશ્વિની લોહાનીએ કહ્યું કે આ દુઃખદ અને દર્દનાક દુર્ઘટના રાત્રે ૮૩૦ કલાકે બન્યો હતો જયારે એર ઈન્ડિયાનો એક કર્મચારી મુંબઈથી હૈદ્રાબાદ જનાર ફલાઈટ નં. ૬૧૯ની લપેટમાં આવી ગયો હતો. એર ઈન્ડિયાએ આ મામલાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ કરી દીધા છે અને ગ્રાઉન્ડ મેનેજમેન્ટને ઘટનાની પૂરી રિપોર્ટ મગાવી છે.

જાણવા મળ્યા મુજબ જે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે એર ઈન્ડિયાનું વિમાન પાર્કિંગમાં ઊભુ હતું અને ટેક ઓફ પહેલા બધા ટેકનિશ્યન અને એન્જિનિયર તેમની તપાસ કરી રહ્યાં હતાં. તે સમયે આ દુર્ઘટના બની હતી. ઘટનાના સમયે આટલા લોકોની હાજરીમાં પરિક્ષણ ગ્રાઉન્ડ સ્ટાફનું આ તરીકે એન્જિનની લપેટમાં આવી જતાં સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. વિમાનના એન્જિનના નજીક જવાની પુરી ગાઈડલાઈન છે તે છતાં કર્મચારી કેવી રીતે એન્જિનની લપેટમાં આવ્યો અને ત્યાં હાજર સ્ટાફે તેને ચેતવ્યો કેમ નહીં તેવા સવાલોનો જવાબ સામે આવ્યા પછી સાફ થશે.

You might also like