એપલ કંપનીના શેર ‘ઓલટાઈમ હાઈ’

ન્યૂયોર્ક: દુનિયાભરમાં આઇફોન હેન્ડ સેટ માટે ચર્ચામાં રહેલ એપલ કંપનીનો શેર ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો છે. યુએસ નાસ્ડેકમાં શરૂઆતના કારોબાર દરમિયાન આ શેર ૩.૪૦ ટકા વધીને ૧૮૩ ડોલરના લેવલે પહોંચી ગયો છે. એપલને વોરેન બફેટ દ્વારા કંપનીમાં હિસ્સો વધારવાના સમાચારનો ફાયદો મળ્યો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ વોરેન બફેટે વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં એપલના ૭.૫ કરોડ સ્ટોક ખરીદ્યા છે. નોંધનીય છે કે છેલ્લે આ શેર ૧૮૩.૮૩ ડોલરની સપાટીએ બંધ જોવાયો હતો.

એપલ કંપનીના સ્ટોકે ૧૮૩.૫૦ ડોલરની સપાટીને ટચ કર્યો છે. કંપનીના શેરમાં ભાવ વધતાં દુનિયાની એવી પ્રથમ કંપની બની જશે કે જેની માર્કેટ કેપ એક લાખ કરોડ ડોલર (૬૬૦ લાખ કરોડ રૂપિયા)ની થઇ જશે. હાલ આ કંપનીની માર્કેટ કેપ ૯૨૬ અબજ ડોલર છે.

રિપોર્ટ અનુસાર સ્ટોકમાં ૨૦ ડોલરના સુધારાની સાથે કંપની આ માઇલસ્ટોન હાંસલ કરી શકશે. વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર્સ ગણાતા વોરેન બફેટની કંપની પાસે એપલના ૧૬.૫૩ કરોડ શેર હતા, જેની કુલ વેલ્યૂ તે સમયે ૨૮ અબજ ડોલર હતી. માર્ચ ત્રિમાસિક સમયગાળામાં ૭.૫ કરોડ શેર ખરીદ્યા બાદ વોરેન બફેટ પાસે ૨૪ કરોડ શેર થઇ જશે.

You might also like