લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ શરૂ થઈ છે, પરંતુ આ મેચ પહેલાં કેટલાક એવા અહેવાલો મળી રહ્યા છે કે ભારતીય ટીમના ખેલાડી કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનાં વલણથી નાખુશ છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી હારી ચૂકી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ખેલાડીઓમાં અસુરક્ષાની ભાવનાને કારણે તેઓ ટીમ મેનેજમેન્ટથી ખુશ નથી. સૂત્રની વાત માનીએ તો કેટલાક ખેલાડીઓએ આ મામલે પોતાની લાગણી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે કેવી રીતે ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓનું મનોબળ તોડી નાખ્યું છે.
એક ખેલાડીના જણાવ્યા અનુસાર ટીમમાં સતત ફેરફાર કરવાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. કેટલું સારું થાત કે અમને જણાવી દેવામાં આવ્યું હોત કે આ ખેલાડી પ્રથમ ત્રણ ટેસ્ટમાં રમશે અને પછી દરેક ખેલાડી કોઈ જ ચિંતા વિના પોતાના પ્રદર્શન પર ધ્યાન લગાવી શકાય.
કોહલી સારો માણસ છે, ટીમનું સારું ઇચ્છે છે, પરંતુ અંતિમ ઈલેવનમાં સતત ફેરફાર કરવાથી ખેલાડીઓનું મનોબળ તૂટી જાય છે. એક અન્ય ક્રિકેટરે કહ્યું, ”જ્યારે કોઈ ખેલાડીને ફક્ત એક મેચની નિષ્ફળતા પછી હટાવી દેવામાં આવે છે ત્યારે મનમાં એક સવાલ ઊઠે છે કે તેઓ શા માટે આવું કરી રહ્યા છે?”
સવાલ તો મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની ભૂમિકા સામે પણ ઊઠ્યા છે. ખેલાડીઓને લાગે છે કે શાસ્ત્રીની મંજૂરી વિના કોહલી ટીમમાં ફેરફાર કરી શકતો નથી. એક ક્રિકેટરનું કહેવું છે કે, ”બની શકે કે શાસ્ત્રીને એવું લાગતું હોય કે અમે તેમના પ્રમાણે નથી રમી રહ્યા, પરંતુ જ્યારે અમારા મનમાં જ અસુરક્ષાની લાગણી આવી જશે તો અમે દરેક મેચ કેવી રીતે જિતાડી શકીશું…”
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…