૨૦૧૭માં સફળતાના ઝંડા લહેરાવ્યા બાદ આફ્રિકા પહોંચી ટીમ ઇન્ડિયા

કેપટાઉનઃ ૨૦૧૭માં સફળતાના ઝંડા લહેરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા ૨૦૧૮ની શરૂઆત પોતાના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રવાસથી કરવા જઈ રહી છે. ટીમ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે કેપટાઉન આવી પહોંચી છે. પહેલા ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ તા. ૫ જાન્યુઆરીથી શરૂ થશે.

ટીમના બધા સભ્યો અહીં આવી પહોંચ્યા તેનો વીડિયો બીસીસીઆઇએ શેર કર્યો છે. આ વીડિયોમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમાર પત્ની સાથે જોવા મળી રહ્યો છે. ઈશાંત શર્મા અને ચેતેશ્વર પૂજારા પણ હોટલમાં જઈ રહેલા દેખાય છે.

આ વીડિયોમાં જોવાની વાત એ છે કે બધા પાસે એક એક બેગ હતી, પરંતુ તાજેતરમાં જ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરનારા વિરાટ કોહલીના બંને હાથમાં બેગ જોવા મળી રહીછે. આ ઉપરાંત તેની પીઠ પર બેગ ટિંગાયેલી જોવા મળી. આ પ્રવાસમાં વિરાટની સાથે અનુષ્કા પણ જોડાઈ છે. ટીમ સાથે કોચ રવિ શાસ્ત્રી પણ પહોંચી ગયો છે.

You might also like