ટીમ ઇન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે કુલદીપ યાદવ-યુઝવેન્દ્ર ચહલની જોડી

કોલકાતાઃ ચેન્નઈ ખાતે રમાયેલી પ્રથમ વન ડેમાં ટોપ ઓર્ડર બેટ્સમેનોના ફ્લોપ શો બાદ તમામને ભારતીય ટીમ પાસેથી સારા પ્રદર્શનની આશા છે. સાથે જ ભારતીય ટીમના બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાની ટીમને મુશ્કેલ પડકાર આપશે. સ્ટ્રેલિયાની ટીમને ભારતીય ટીમની નવી સ્પિન જોડી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને રમવામાં ઘણી મુશ્કેલી થઈ હતી.

કુલદીપની બોલિંગ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માટે રહસ્યમય સાબિત થઈ રહી છે. તેમને ચહલના સ્લાઇડરને સમજવામાં પણ પરેશાની થઈ રહી છે. મહેમાન ટીમના ખેલાડીઓ લોકલ સ્પિનરોની મદદ લેતા પણ નજરે પડી રહ્યા છે, જેથી ભારતીય બોલર્સનો સામનો કરી શકાય. ચેન્નઈ વન ડે પહેલાં કેરળના કે. કે. જિયાસ અને કોલકાતામાં લોકલ ક્લબના બે બોલર આશુતોષ શિવરામ અને રૂપક ગુહાએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને સ્પિનર્સ સામે કઈ રીતે રમવું તે અંગેની પ્રેક્ટિસ કરાવી હતી.

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર હાર્દિક પંડ્યા છે, જેણે ભારતને પાંચ વિકેટે ૮૭ રનના સ્કોર પરથી સાત વિકેટે ૨૮૧ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. પંડ્યાએ ફરી એક વાર સિક્સરની હેટ્રિક લગાવતાં ધોની સાથે ૧૧૮ રનની ભાગીદારી નોંધાવીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. હાર્દિક એક ઉપયોગી ઓલરાઉન્ડર પણ સાબિત થઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયા આવા જ ખેલાડીની વર્ષોથી શોધ ચલાવી રહી હતી. હવે આજની મેચમાં જોવાનું એ જ રહેશે કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ભારતીય સ્પિનરને કેવી રીતે રમે છે.

You might also like