ધર્મશાળા ભારતીય ટીમ બનાવશે ક્રિકેટ વિશ્વનો અનોખો રેકોર્ડ

ધર્મશાળા : ભારતીય ટીમ કેપ્ટન ધોનીની આગેવાનીમાં કાલે ધર્મશાળામાં એચપીસીએ ક્રિકેટ મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 મેચની વનડે સીરિઝની પહેલી મેચ રમાવા જઇ રહી છે. મેદાન પર ઉતરતાની સાથે જ ભારતીયટીમ એક અનોખો રેકોડ્ર બનાવશે. ટીમ ઇન્ડિયા કાલે 900 વન ડે મેચ રમનારી પહેલી આંતરરાષ્ટ્રીય ટીમ બની જશે.

ભારત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે સૌથી વધારે 888 વનડે મેચ રમી છે. જ્યારે ત્યાર બાદ 866 મેચ સાથે પાકિસ્તાન ત્રીજા નંબર પર છે. ભારત માટે 900મી વનડે મેચમાં ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન તરીકે એમ.એસ ધોનીનું નામ છે. એટલું જ નહી આ મેચમાં ટોસ માટે ઉતરતાની સાથે જ ધોની ભારતના 700માં, 800માં અને 900મી મેચમાં કેપ્ટન્સી કરનારો એકમાત્ર કેપ્ટન બની જશે.

ભારત માટે વન ડેમાં અજીત વાડેકરે કેપ્ટન્સી કરી હતી.ત્યાર બાદ 100મી મેચમાં કપિલ દેવ, 200મી મેચમાં મોહમ્મદ અઝરૂદ્દીન, 300મી મેચમાં સચિન તેંડુલકર, 400મી મેચમાં મોહમ્મ્દ અઝરૂદ્દીન, 500મી ટેસ્ટમાં સૌરવ ગાંગુલી, 600મી મેચમાં વિરેન્દ્ર સેહવાગે કેપ્ટનસી કરી હતી. જો ભારત આ મેચમાં જીતી જાય છે તો તેની 455મી જીત થશે. જ્યારે જો તે આ મેચ ગુમાવશે તો 400મી હાર થશે.

You might also like