ટીમ ઇન્ડીયાને સૌથી મોટો ઝટકો, પાંચમી વન-ડે અને ટી-20 મેચ નહીં રમે શિખર ધવન

શ્રીલંકાની સાથે પાંચમી વન-ડે રમાય તે પહેલાં જ ભારતીય ટીમને જોરદાર ઝટકો લાગ્યો. ટીમ ઇન્ડીયાનાં સ્ટાર ઓપનર શિખર ધવન પોતાની બીમાર માને જોવાં માટે રવિવારે પોતાનાં દેશ પરત ફરશે. બીસીસીઆઇનાં જણાવ્યા અનુસાર શિખર ધવનની મા બીમાર છે, પરંતુ એમની હાલત થોડાંક સુધારામાં છે.

શિખર ધવન હાલમાં ભારતીય ટીમ સાથે શ્રીલંકામાં વન-ડે સીરીઝ રમી રહ્યાં છે. ભારતીય ટીમ પાંચ મેચોની સીરીઝમાં 4-0થી આગળ છે. જે રવિવારે પાંચમી અને અંતિમ મેચ રમશે. એ પછી એક ટી-20 મેચ પણ રમવાની છે.

એનો મતલબ એ છે કે શિખર ધવન અંતિમ વન-ડે અને એક માત્ર ટી-20 મેચમાં જ નહીં રમી શકે. બીસીસીઆઇની પસંદગી સમિતિએ હજી સુધી શિખર ધવનની જગ્યાએ બીજા કોઇ નામની ઘોષણા કરી નથી. ટી-20 મેચ 6 સપ્ટેમ્બરે રમવામાં આવશે.

જો શ્રીલંકાની સાથે અંતિમ વન-ડેમાં શિખર ધવન નહીં રમે તો એની જગ્યાએ અજિંક્ય રહાણેને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં રમવા મોકલી શકાય છે. અજિંક્ય રહાણેએ શ્રીલંકાની સાથે વન-ડે સીરીઝમાં એક પણ મેચ પણ નથી રમ્યા. એવામાં શિખર ધવનની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેને વન-ડે ટીમમાં મોકો પ્રાપ્ત થઇ શકે છે.

You might also like