ટીમ ઈન્ડિયા નહિ રમે ચેન્પિયન્સ ટ્રોફીમાં, જાણો કેમ નહિ રમે

મુંબઈ: ક્રિકેટની દુનિયામાં સૌથી અમીર બોર્ડ ભારતનું છે, જી હાં, BCCIનો ક્રિકટની દુનિયામાં ઘણો દબદબો છે. આ શુક્રવારના રોજ દુબઈમાં બે દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મિટિંગ યોજવા જઈ રહી છે. આ સભામાં આવતા ક્રમમાં કેટલાક મોટા ફેરફારો થવાની શક્યતાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

ફેબ્રૂઆરી 3ના આ સભા યોજાવા જઈ રહી અને ફ્રેબ્રૂઆરી 4ના આ સભાનો અંત આવશે. સીઈઓ વિક્રમ લીમીયા અને બીસીસીઆઈના અમિતાભ ચૌધરી બીસીસીઆઈની સભામાં હાજર રહેશે. આ સભામાં આવતા ક્રમમાં કેટલાક મોટા ફેરફારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં બીસીસીઆઈનો સીધેસીધો હાથ હશે.

એવું લાગી રહ્યું છે કે બીસીસીઆઈ જૂન 1થી શરૂ થતી ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ન રમવાનું નક્કી કરી શકે છે. એમાં ક્રિકેટના ત્રણ મોટા ફોર્મેટમાં મોટા ફેરફારો કરવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. આઈસીસીના રેવન્યુમાં બીસીસીઆઈનો 20.03 ટકા હિસ્સો છે. જો ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને થઈ રહેલી અટકળો સાચી પડશે તો આઈસીસીના રેવન્યુમાં 50 ટકા ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી છે.

You might also like