સહેવાગ સહિત 5 દિગ્ગજોને માત આપી રવિ શાસ્ત્રી બન્યા ટીમ ઇન્ડિયાના કોચ

મુંબઇ: ટીમ ઇન્ડિયાનો નવા તરીકે રવિ શાસ્ત્રીને પસંદ કરવામાં આવ્યા છે. સોમવારે સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને સચિન તેંદુલકરની સલાહકાર સમિતિએ તમામ 5 ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લીધુ હતું.

જો કે છેલ્લો મુકાબલો શાસ્ત્રી અને સહેવાગ વચ્ચે માનવામાં આવી રહ્યો હતો, પરંતુ છેલ્લી મહોર રવિ શાસ્ત્રીના નામ પર લાગી. રવિ શાસ્ત્રી શ્રીલંકાના પ્રવાસથી ટીમ ઇન્ડિયાની સાથે રહેશે. તેમનો કાર્યકાળ વર્લ્ડ કપ 2019 સુધીનો છે.

કેપ્ટન વિરાટ કોહલીની પહેલી પસંદ રવિ શાસ્ત્રી જ હતા. સોમવારે સૌરવ ગાંગુલીએ કહ્યું કે કોચ માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. કોહલી સાથે વાત કરી કોચની જાહેરાત કરી દેવામાં આવશે. જાણકારી અનુસાર કોચ પદ માટે સચિન તેંદુલકર રવિ શાસ્ત્રીને સમર્થન આપી રહ્યા હતા, ત્યારે વીરેન્દ્ર સહેવાગની સાથે સૌરવ ગાંગુલીનો સપોર્ટ હતો.

સીઓએ પ્રમુખ વિનોદ રાય હજી સિંગાપુરમાં છે. તેમણે કોચના મુદ્દે બીસીસીઆઇ સેક્રેટ્રરી અમિતાભ ચૌધરી અને બીસીસીઆઇ સીઇઓ રાહુલ જોહરી સાથે વાત કરી હતી. તેમનું કહેવું હતું કે મંગળવારે સાંજ સુધીમાં ટીમને નવો કોચ મળી જશે.

You might also like