ટીમ ઇન્ડિયાના કોચની રેસ પણ રોમાંચક બની, અનિલ કુંબલેએ પણ ઝંપલાવ્યું

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના કોચપદ માટે આવેદન કરવાની અંતિમ તારીખ તો પસાર થઈ ચૂકી છે, પરંતુ રોજ એક એવા નામનો ખુલાસો થઈ રહ્યો છે, જેનાથી ક્રિકેટ ચાહકોમાં ટીમ ઇન્ડિયાના કોચની આ દોડમાં દિલચસ્પી વધતી જઈ રહી છે. આ કડીમાં હવે એક વધુ એક નામ જોડાયું છે. એ છે ભારતના લેજન્ડ લેગસ્પિનર અને ભૂતપૂર્વ કેપ્ટન તેમજ ક્રિકેટના બધા ફોર્મેટમાં ભારત તરફથી સૌથુ વધુ વિકેટ ઝડપનારા બોલર અનિલ કુંબલેનું. અનિલ કુંબલેએ ભારતીય ક્રિકેટ ટીમના કેચપદ માટે આવેદન ભર્યું છે.

બીસીસીઆઇ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેઓને કુલ ૫૭ આવેદન મળ્યાં છે, જોકે કોઈ વિશેષ નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કુંબલેની ઉમેદવારી તેના દરજ્જાને જોતાં ઘણી રસપ્રદ બની રહેશે. તે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ડિરેક્ટર રવિ શાસ્ત્રી અને પસંદગી સમિતિના ચેરમેન સંદીપથી થોડાં ડગલાં આગળ છે. બીસીસીઆઇના અધિકારીએ ગઈ કાલે કહ્યું, ”હા, કુંબલેએ કોચપદ માટે આવેદનભર્યું છે અને કદાચ તે ચાલી રહેલાં નામોમાં સૌથી મોટો ખેલાડી સાબિત થઈ શકે છે. કુંબલેનું નામ કોચપદની રેસમાં સામેલ થવાથી આ રેસ બહુ દિલચસ્પ બની જશે.”

You might also like