ઇસ્લામની વિરુદ્ધનું ગણાવીને 12 વર્ષથી રાષ્ટ્રગીત પર પ્રતિબંધ

લખનઉ : યૂપીનાં ઇલાહાબાદ શહેરમાં એક શાળામાં રાષ્ટ્રગીત ગાવાની પરવાનગી નહી આપવામાં આવતા હોબાળો મચ્યો હતો. આ એમએ કોન્વેન્ટ શાળાનાંપ્રિન્સિપાલ સહિત આઠ ટીચર્સ દ્વારા રાષ્ટ્રગીત પર પ્રતિબંધ લગાવાતા રાજીનામું આપી દીધું હતું. આ મુદ્દે તંત્રની તરફથી તપાસનાં આદેશ આપીને મૌન સેવી લેવામાં આવ્યુંછે. રાજીનામું આપનારા શિક્ષકોએ જણાવ્યું કે રાષ્ટ્રગીત ગાવું સંવિધાનનાં મુળ અધિકારો પૈકીનો એક છે. શાળા તંત્રએ જ્યારે આ ગીત પર પ્રતિબંધ લગાવ્યો અમે રાજીનામું આપ્યું.

જ્યારે શાળા તંત્રનું કહેવું છે કે, રાષ્ટ્રગીતમાં ભારત ભાગ્ય વિધાતાનાં ભારત શબ્દ સામે તેમને વાંધો છે. રાષ્ટ્રગીતમાં આ ભારત શબ્દ નહી હટાવવામાં નહી આવે તો તેએ ગીત ગાવાની મંજુરી નહી આફે. જાણકારી અનુસાર 12 વર્ષથી ચાલી રહેલી આ શાળામાં ક્યારે પણ રાષ્ટ્રગીત નથી ગાવામાં આવ્યું. સ્થાપનાં સમયથી રાષ્ટ્રગીત નહી ગાવાનું તુઘલકી ફરમાન અહીં ચાલુ છે.

ઘણા લાંબા સમય સુધી સહન કર્યા બાદ પ્રિંસિપાલ અને આઠ ટીચર્સે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તો શાળાતંદ્ર દ્વારા તેમને શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા. જ્યારે સરકાર અને તંત્ર હજી તપાસ ચાલી રહી હોવાનાં ગાણા ગાઇ રહી છે. ઉપરાંત તપાસ પુર્ણ થયા બાદ જ કોઇ પગલા ઉઠાવાશે તેવું પણ જણાવી રહી છે.

You might also like