શાળામાં શિક્ષકો બાળકોને ‘ગુડ ટચ-બેડ ટચ’ની જાણકારી આપશે

અમદાવાદ: દિવસે ને દિવસે બાળકો પર હિંસા, યૌનશોષણ, માનસિક હેરેસમેન્ટના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે તેમજ શાળામાં બાળકો પર શારીરિક અડપલાંની ફરિયાદો અવારનવાર બને છે ત્યારે બાળકો પર આ પ્રકારના કિસ્સા ન બને અને બાળકો સાથે ગુડ ટચ-બેડ ટચ શું છે તે ખબર પડે માટે રાજ્યની તમામ શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને શીખવાડવામાં આવશે.

બાળકો પર વધી રહેલી હિંસા, એબ્યુઝમેન્ટ, યૌનશોષણના કારણે બાળકનું મૃત્યુ થવા સુધીની ઘટના નોંધાય છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ગુજરાત હાઇકોર્ટ ગુજરાતની તમામ શાળાઓમાં બાળકોને આ વિષે જાગૃતિ લાવવા માટે પોસ્કો એક્ટ અંગેની મા‌હિતી આપવા શિક્ષકોને તૈયાર કરી રહ્યા છે, જે પોસ્કો એક્ટ કલમ ૩૭પ, ૩૭૬ વિષે માહિતી આપવા દરેક શાળામાં એક મધ્યવર્તી શિક્ષકની નિમણૂક કરવામાં આવશે અને પછી શિક્ષકો આ કાયદા વિષેની માહિતી પોતાના વિદ્યાર્થીઓ આપશે તેવો રાજયના તમામ ડીઈઓ શાળોઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે.

પોસ્કો એક્ટ શું છે? કાયદો શા માટે લાગુ કરવામાં આવ્યો છે. કાયદા હેઠળ ગુનાની વ્યાખ્યા શું છે જેવી માહતી વિદ્યાર્થીઓને આપવામાં આવશે, બાળકો સાથે શારીરિક હિંસાને ઓળખી નથી શકતાં એ કારણે બાળકોને સારા-ખરાબ ટચ શું છે એ કારણે બાળકોને સારા ટચ શું છે અને ખરાબ ટચ શું છે જેવી જરૂરી જાણકારી આપવામાં આવશે. બાળકોના મનમાંથી આ ભય મટાડવા તેમને માહિતી આપવામાં આવશે.

You might also like