શિક્ષકોની ચોકકસ જવાબદારી નકકી કરવામાં આવશેઃ જાવડેકર

પુણે: માનવ સંશાધન વિકાસ મંત્રાલયનો વહીવટ સંભાળ્યા બાદ અેક જાહેર કાર્યક્રમમાં માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શિક્ષકો માટે શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી નકકી કરવાની જોગવાઈ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ અને શિક્ષણ પરિવર્તનમાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. અને તેથી જ હવે શિક્ષણમાં આવી નવી જોગવાઈ કરવામાં આવશે. જાવડેકરે મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા પહેલાં અેક કાર્યક્રમમાં તેમનું શિક્ષણવિદોએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે જાવડેકરે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે અનેક મુદા અને પડકારો રહેલા છે. તેનો સામનો કરવો પડશે.

તેમણે આવા પડકારોનો સામનો કરવા માટે શિક્ષકોને અેક ટીમ તરીકે કામ કરવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મુક્યો હતો. અને આ માટે શિક્ષકોએ પણ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. જાવડેકરે વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષકોએે વિદ્યાર્થીઓને મોટાં સપનાં જોતાં થાય તે માટે પ્રોત્સાહિત કરવા જોઈઅે.તેમજ તેમને જીવનની કુશળતા,ટેકનોલોજી અને ઉચ્ચ મૂલ્ય પ્રદાન કરવું જોઈઅે.

You might also like