અમેરિકામાં શિક્ષકની ૧૬ મહિનાની પુત્રીને કેન્સરઃ સહકર્મચારીઓએ ૧૦૦ રજાઓનું દાન કર્યું

વોશિંગ્ટનઃ અમેરિકામાં માનવીય સંબંધોને મજબૂત કરનાર ઘટના સામે આવી છે. એક સ્કૂલ શિક્ષક ડેવિડ ગ્રીનની ૧૬ મહિનાની બાળકીનો બ્લડ કેન્સરની બીમારીનો ઇલાજ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ગ્રીનની સીક લીવ પૂરી થઇ ગઇ. ઇલાજમાં અડચણ ન આવે તે માટે ગ્રીનના સહકર્મચારીઓએ ભેેગા મળીને તેને ૧૦૦ દિવસની રજાઓનું દાન કર્યું.

ગ્રીન અલ્બામામાં રહે છે. તેમની પુત્રી કિંસ્લીનો ઘરની ૧૪૦ કિ.મી. દૂર ઇલાજ ચાલી રહ્યો છે. તે આખો દિવસ પોતાની પુત્રી પાસે રહે છે. ગ્રીનની પત્ની મેગને જણાવ્યું કે ડેવિડના સહકર્મચારીઓએ તેને રજાઓ દાનમાં આપી તેનાથી મોટી વાત અમારા માટે બીજી કોઇ હોઇ ન શકે. અમને વધુ દિવસ ન મળત તો માત્ર એક અઠવાડિયા સુધી જ રોકાઇ શકત.

હું એ તમામ લોકોનો આભાર માનું છું. કિંસ્લીનો છ મહિનાથી બ્લડ કેન્સરનો ઇલાજ ચાલી રહ્યો છે. તેને હજુ ત્રણથી ચાર મહિના હોસ્પિટલમાં ભરતી રહેવું પડશે અને બે વર્ષ સુધી તેનો ઇલાજ ચાલશે. ગ્રીનને મહિનામાં એક સીક લીવ મળે છે, પરંતુ તેને તેનાથી ઘણી વધુ જરૂર હોય છે.

મેગને ફેસબુક પર તેના સાથીઓને અપીલ કરી હતી કે શું કોઇ એક સીક લીવ આપી શકે છે? સ્કૂલના પ્રિન્સિપાલ વિલમાએ બે સીક લીવ આપી. વિલમાનો પણ ફેબ્રુઆરીમાં બ્રેસ્ટ કેન્સરનો ઇલાજ ચાલી રહ્યો છે. વિલમાએ જણાવ્યું કે આટલા નાના બાળકને ગંભીર બીમારી હોય તેની કલ્પના પણ કરી શકાતી નથી. આવા સંજોગોમાં માતા-પિતાને તેની સાથે રહેવું જરૂરી છે.

You might also like