17 વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ માણતી હતી 53 વર્ષીય શિક્ષિકા

જોર્જિયા: જોર્જિયાના એટલાંટા સિટીમાં એક હાઇસ્કૂલની શિક્ષિકાને પોતાના વિદ્યાર્થી સાથે સેક્સ માણવાના આરોપમાં ધરપકડક કરવામાં આવી છે. 53 વર્ષની શિક્ષિકા થેરેજ ગન 17 વર્ષના વિદ્યાર્થીની સાથે સેક્સ માણી રહી હતી. થેરેજના ઘરે બે છોકરીઓ ગાંજાનું સેવન પણ કરી રહી હતી. શુક્રવારે આ શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી.

સાઉથ ગ્વિનેટ હાઇસ્કૂલની પૂર્વ શિક્ષિકાએ 19 એપ્રિલના રોજ રાજીનામું આપી દિધું હતું. તેના બીજા દિવસે પીડિતની માતાએ પોલીસને ફોન કરી પોતાના પુત્ર અને મહિલા શિક્ષિકા વચ્ચે અયોગ્ય સંબંધ હોવાની ફરિયાદ કરી હતી. માતાએ ઇન્વેસ્ટિગેટર્સે જણાવ્યું હતું કે મારા પુત્રએ કહ્યું કે તેણે ટીચર સાથે માર્ચ મહિનાથી હમબિસ્તર થવાનું શરૂ કર્યું હતું પરંતુ પછી સંબંધ ખતમ થઇ ગયા હતા.

બંને સ્કૂલમાં સેક્સ માટે મળ્યા હતા. પછી તેમણે થેરેજના ઘરે અને લેનોરા પાર્કમં સેક્સ માણ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ટીચરે પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં તે છોકરો પણ આવ્યો હતો અને સાથે બીજી બે મહિલા વિદ્યાર્થી હતી. આ પાર્ટીમાં ગાંજો પણ હતો. શુક્રવારે થેરજાની પોલીસે ધરપકડ કરી હતી. થોડા કલાકો જેલમાં રહ્યા બાદ શનિવારે સવારે તેને 21,700 ડોલરની રકમ પર જામીન મળી ગયા હતા.

આ વર્ષે આ સ્કૂલમાં ટીચર અને વિદ્યાર્થીઓ વચ્ચે સેક્સના ચાર કેસ સામે આવ્યા છે. સ્કૂલના પ્રવક્તા બર્નાર્ડ વોટ્સને કહ્યું ‘અમે સમગ્ર કેસને ગંભીરતાથી લઇ રહ્યાં છીએ. જ્યારે અમને આ મહિલા શિક્ષિકા વિશે આ પ્રકારનો રિપોર્ટ મળ્યો તો અમે તાત્કાલિક તપાસ કરાવી. તપાસ દરમિયાન ટીચર પાસેથી રાજીનામું લઇ લીધું. હવે આ સમગ્ર મામલો પોલીસ પાસે છે અને અમારું માનવું છે કે તેને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવશે.

You might also like