ટ્રેનના શૌચાલયના પાણીથી બનાવવામાં આવે છે ‘ચા’, VIDEO થયો વાયરલ

નવી દિલ્હીઃ ટ્રેનમાં વેચાતી ચા-કોફીનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે આ મામલે રેલ્વેના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે. વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિ પર રેલ્વે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

મળતી મહિતી મુજબ આ વ્યક્તિ તેલંગાનાનો છે. અને વીડિયોમાં દેખાય છે કે, વાદળી ટી-શર્ટ પહેરેલો એક વ્યક્તિ ટ્રેનના ટોયલેટમાંથી ચા-કોફીના વાસણ લઈને નીકળે છે અને બીજો વ્યક્તિ બહાર દેખરેખ રાખે છે.

આ બન્ને યુવકો મળીને ચા માટે ટોયલેટના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. વાયરલ વીડિયો છેલ્લા વર્ષના ડિસેમ્બરમાં સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનનો છે. આ બન્ને યુવકો ચેન્નઈ સેન્ટ્રલ હૈદરાબાદ ચારમીનાર ટ્રેનમાંથી પાણી ભરી રહ્યા છે.

મહત્વનું છે કે, આ મામલે હવે રેલ્વે એક્શનમાં આવ્યું છે. અને વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિ પર દંડ ફટકાર્યો છે. જણાવાઇ રહ્યું છે કે, ચાના ડબ્બામાં ટોયલેટની અંદરનું પાણી મેળવવામાં આવી રહ્યું હતું.

વીડિયો વાયરલ થતાના થોડા દિવસ બાદ જ જાહેર કરાયેલ જાહેરાતમાં કહેવામાં આવ્યું કે, આ ઘટના ગત વર્ષ ડિસેમ્બરમાં સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર ચેન્નઇ સેન્ટ્રલ – હૈદરાબાદ ચારમીના એક્સપ્રેસમાં થઇ હતી.

You might also like