આંખમાં સોજો આવી જાય તો અપનાવો આ નુસ્ખો

આંખમાં સોજો આવવો સામાન્ય વાત છે. તે ઘણા કારણથી થઇ શકે છે. કેટલીક વખત આપણે આખી રાત જાગતા રહીએ છીએ અને જોઇએ તેટવું સૂતા નથી જે સોજાના રૂપે આંખોમાં ઊભરાઇ આવે છે. આ ઉપરાંત આંખો પર વધારે
પડતું જોર પડે કે કંઇક વાગ્યું હોય તો પણ સોજો આવી શકે છે.

જો તમારી આંખો થોડી સૂજેલી હોય તો વધારે હેરાન થવાની જરૂર નથી. ઉપયોગ માટે બે ટી બેગ તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. સ્ટ્રેસ, એલર્જી, વધારે દારૂ પીવું અથવા હોર્મોન્સ ચેન્જના કારણે પણ આંખોમાં સોજો આવી શકે છે. પરંતુ ચામાં રહેલા કેફિન, ગંઠાયેલા લોહીની નસોને સ્કીનમાં દબાવી દેશે અને તમારી આંખો બરોબર સારી થઇ જશે.

આવી રીતે કરો ઉપયોગ
ઉપયોગ કરેલી બે ટી બેગ લો અને આંકો બંધ કરીને તેની ઉપર રાખો. 10 મિનીટ સુધી રાખ્યા પછી તેને હટાવી લો. હવે તમારી આંકો ફ્રેશ થઇ જશે.

You might also like