હું કીસ કરું અને યુવતીઓને પ્રેગનેન્ટ કરું તે લોકોને પસંદ છે : બાલાકૃષ્ણનનું વિવાદિત નિવેદન

હૈદરાબાદ : તેલુગુ અભિનેતા અને તેલુગુ દેશણ પાર્ટીનાં ધારાસભ્ય એન.બાલાકૃષ્ણા પર મહિલાઓ માટે ગંદી કોમેન્ટ કરવાનો આરોપ લાગ્યો છે. વકીલોનાં એક જુથ દ્વારા તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે કાયદાકીય રીતે વિચારીને તેઓ આ અંગે ફરિયાદ નોંધશે. બાલાકૃષ્ણ પર આોપ છે કે તેમને એક ફિલ્મના ફંક્શન દરમિયાન અશ્લિલ કોમેન્ટ કરી હતી. ગયા શુક્રવારે તુલુગ ફિલ્મ લાલિત્રીનાં ઓડિયો રિલિઝ દરમિયાન તે આવી પહોંચ્યો હતો.

આ કાર્યક્રમમાં તેણે કહ્યું કે જો હું માત્ર છોકરીઓની છેડતી કરીશ અને તેમનો પીછો કરવાનો રોલ કરીશ તો તેમને નહી ગમે. પરંતુ હું તેમને કીસ કરીશ અથવા તેમને પ્રેગનેન્ટ કરીશ તો તેઓ ખુશ થશે. હું તેવું કરવા માટે પ્રતિબદ્ધ છું. જો કે બાલાકૃષ્ણની આ કોમેન્ટ ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ગઇ હતી. ત્યાર બાદ આ સમગ્ર મુદ્દો વિવાદિત બન્યો હતો. બોદ્ધિકો દ્વારા આ કોમેન્ટનો વિરોધ થયા બાદ બાલાકૃષ્ણાએ આ અંગે માફી માંગી લીધી હતી. તેણે કહ્યું કે હું માત્ર ફિલ્મની સ્ટોરીને અનુલક્ષીને બોલ્યો હતો. હું મહિલાઓનો ખુબ જ આદર કરૂ છું.

બાલાકૃષ્ણા આંધ્રપ્રદેશનાં હિંદુપુરમ સીટ પરથી ટીડીપીનાં ધારાસભ્ય છે. મુખ્યમંત્રી ચંદ્રાબાયુ નાયડુનો સંબંધી પણ છે. જો કે બાલાકૃષ્ણનાં નિવેદન બાદ રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. વિપક્ષ દ્વારા બાલાકૃષ્ણ ઉપરાંત મુખ્યમંત્રી પણ માફી માંગે તેવી માંગણી કરી છે. તો બીજી તરફ વકિલોનાં એક જુથ દ્વારા ફરિયાદ દાખલ કરીને બાલાકૃષ્ણનને કોર્ટમાં ખેંચી જવાની તૈયારી ચાલુ કરી દીધી છે.

You might also like