રિલાયન્સ કંપનીની માર્કેટ કેપમાં ઘટાડો થતાં TCS બન્યું નંબર વન

અમદાવાદ: સેન્સેકસની અગ્રણી દસ કંપનીઓમાંથી આઠની માર્કેટ કેપમાં પાછલાંં સપ્તાહે રૂ.૬૭,૧પ૩ કરોડનો ઘટાડો નોંધાયો હતો. એચડીએફસી અને ઇન્ફોસિસ સિવાયની તમામ કંપનીઓની માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ કંપનીની માર્કેટ કેપમાં સૌથી વધુ રર,પ૩૩ કરોડનો ઘટાડો નોંધાઇ રૂ.પ,૭૭,૭પ૧ કરોડની સપાટીએ પાછલાં સપ્તાહે છેલ્લે જોવા હતી.

જ્યારે ઓએનજીસીની માર્કેટ કેપમાં રૂ.ર,૭૦૪ કરોડનો ઘટાડો નોંધાઇ રૂ.ર,૩૦,પ૪૯ કરોડ અને એસબીઆઇની માર્કેટ કેપમાં રૂ.૮,૧૧૪ કરોડનો ઘટાડો નોંધાઇ છેલ્લે રૂ.ર૧,૮પ૦ની સપાટીએ જોવા મળી હતી. પાછલા સપ્તાહે ઓટો સેકટરની અગ્રણી મારુતિ સુઝુકી કંપનીની માર્કેટ કેપમાં રૂ.૬,૩૯૩ કરોડ, એડીએફસી બેન્કની માર્કેટ કેપમાં રૂ.૬,૩૬૭ કરોડ, એચયુએસની માર્કેટ કેપમાં રૂ.પ,૪૧૯ કરોડ જ્યારે આઇટીસી કંપનીની માર્કેટ કેપમાં રૂ.પ,૧રર કરોડનો ઘટાડો નોંધાયો હતો.

જ્યારે ટીસીએસ કંપનીની માર્કેટ કેપમાં રૂ.૪૯૭ કરોડનો ઘટાડો નોંધાઇ છેલ્લે રૂ.પ,૮૦,૮૯૦ કરોડની સપાટીએ જોવા મળી હતી. બીજી બાજુ એચડીએફસીની માર્કેટ કેપમાં રૂ.૯પ૯ કરોડનો વધારો નોંધાઇ રૂ.૩,૦૦,૮૮ર કરોડ જ્યારે ઇન્ફોસિસની કંપની માર્કેટ કેપમાં રૂ.૬૮૮ કરોડનો વધારો નોંધાઇ રૂ.ર,પ૪,૦૯૯ કરોડની સપાટીએ પાછલી અસરે જોવા મળી હતી. પાછલાં સપ્તાહે ટોપ ટેનમાં ટીસીએસ પ્રથમ ક્રમે જોવા મળી હતી. નોંધનીય છે કે પાછલાં સપ્તાહે સેન્સેકસમાં ૨.૧૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

કંપનીનું નામ પાછલા સપ્તાહે માર્કેટ કેપ આજે શરૂઆતની માર્કેટ કેપ
ટીસીએસ રૂ. પ,૮૦,૮૯૦ ૫,૮૬,૪૫૧
રિલાયન્સ રૂ.પ,૭૭,૭પ૧ ૫,૮૩,૪૨૧
એચડીએફસી બેન્ક રૂ.૪,૮૦,૬૭પ ૪,૮૨,૭૧૧
આઇટીસી રૂ.૩,૧૬,૩૯૮ ૩,૨૩,૫૮૮
એચડીએફસી રૂ.૩,૦૦,૮૮ર ૩,૦૬,૧૭૧
એચયુએલ રૂ.ર,૮૧,પ૧૪ ૨,૮૧,૯૨૬
મારુતિ સુઝુકી રૂ.ર,૬૧,૭૩પ ૨,૬૩,૧૮૭
ઇન્ફોસિસ રૂ.ર,પ૪,૦૯૯ ૨,૫૭,૪૬૩
ઓએનજીસી રૂ.૨,૩૦,૫૪૯ ૨,૩૧,૪૪૭
એસબીઆઈ રૂ.૨,૧૮,૫૨૦ ૨,૧૭,૪૮૪
(આંકડા કરોડમાં)

You might also like