ટીસીએસ ૧૦૦ અબજ ડોલરની માર્કેટ કેપ ધરાવતી ભારતની પ્રથમ કંપની બની

અમદાવાદ: આઈટી સેક્ટરની અગ્રણી ટીસીએસ કંપનીના પાછલા સપ્તાહે આવેલા પરિણામ બાદ આ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આજે પણ આ કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. તેના પગલે આ કંપનીની માર્કેટ કેપમાં પણ ઉછાળો નોંધાયો હતો. નોંધનીય છે કે આજે શરૂઆતે આ કંપનીના શેરમાં ચાર ટકાનો ઉછાળો નોંધાતા શેરના ભાવ વધીને રૂ.૩,૫૪૮ની સપાટીએ પહોંચ્યાં હતા.

ટીસીએસ ૧૦૦ અબજ ડોલરની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની ગઇ છે. આજે શરૂઆતે રૂપિયામાં રૂ. ૬૬૭૬૦૭.૮૦ કરોડની માર્કેટ કેપ જોવા મળી હતી. માર્કેટ કેપની દૃષ્ટિએ ટીસીએસ નંબર વન કંપની બની ગઇ છે. નોંધનીય છે કે શનિવારે ટીસીએસ કંપનીની માર્કેટ કેપ રૂ. ૬૫૨૦૮૨.૯૨ કરોડ હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડોલર સામે રૂપિયામાં જોવા મળી રહેલી નરમાઇ તથા ટીસીએસકંપનીના આવેલા શાનદાર પરિણામ તથા કંપનીએ ૧ઃ૧ બોનસ જાહેર કરતાં કંપનીની માર્કેટ કેપમાં ઉછાળો નોંધાયો હતો અને ટીસીએસ ૧૦૦ અબજ ડોલરની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની ગયેલી જોવા મળી હતી.

You might also like