ટીબીનું વેક્સિન લેવાથી ટાઇપ-વન ડાયાબિટીસના દર્દીઓને થાય છે ફાયદો!

અત્યાર સુધી ટીબી પ્રિવેન્ટ કરવા માટે જે બીસીજીની વેક્સિન (vaccine) અપાય છે એ અન્ય રોગમાં પણ ફાયદો કરી શકે છે. એવું અમેરિકાના નિષ્ણાતોએ નોંધ્યું છે. અમેરિકાની મેસેચુસેટસ જનરલ હોસ્પિટલની ઇમ્યુનોબાયલોજી લેબોરેટરીના નિષ્ણાતોનું કહેવું છે કે ચાર અઠવાડિયાના અંતરે બે વાર બીસીજીની રસી આપવાથી ટાઇપ વન પ્રકારનો ડાયાબિટિસ ધરાવતા લોકોમાં બ્લડ સુગરની સમસ્યા ઘટી શકે છે.

જુવેનાઇલ ડાયાબિટિસ તરીકે જાણીતા ટાઇપ-વન ડાયાબિટિસમાં સ્વાદુપિંડ ખૂબ ઓછું અથવા તો લગભગ નહીંવત ઇન્સ્યુલિન પેદા કરે છે. જોકે બે વાર ટીબીની રસી આપ્યા પછી જુવેનાઇલ ડાયાબિટિસના દર્દીઓમાં ઓવરઓલ સુગરનું લેબલ લગભગ નોર્મલ સ્તર સુધી આવી જતું હોવાનું જોવા મળ્યું છે.

You might also like