હવે ટીબીની બીમારી પર થશે સર્જિકલ સ્ટ્રાઈક

નવી દિલ્હી: સીમા પાર અાતંકવાદીઅો અને કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ હવે સરકાર ટીબી પર સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી કરી રહી છે. ૧ જાન્યુઅારીથી ૧૫ જાન્યુઅારી, ૨૦૧૭ સુધી દેશભરમાં ટીબીની અોળખ અને ઇલાજ માટે પોલિયોની જેમ જ વિશેષ અભિયાન ચલાવવાનો નિર્ણય  લેવાયો છે.

બિલ્ડિંગમાં બે દિવસીય અાંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સલાહકાર સમૂહની બેઠકમાં ટીબીની દવા, તપાસ ટેક‌િનક અને વેક્સિન પર વિસ્તારથી ચર્ચાઅો થઈ. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઅે જણાવ્યું કે ૧ જાન્યુઅારીથી ૧૫ જાન્યુઅારી, ૨૦૧૭થી દેશમાં વિશેષ અભિયાન ચલાવીને ટીબીના દર્દીઅોની અોળખ અને ઇલાજ કરાશે.

તમામ રાજ્યમાં અભિયાન ચલાવાશે અને એવા વિસ્તારો પર વધુ ફોકસ કરાશે, જ્યાં ટીબીના દર્દીઅો મોટી સંખ્યામાં છે. સ્લમ અને અન્ય વિસ્તારો પર પણ ફોકસ કરાશે. લગભગ ૧૧ લાખ ટીબીના દર્દીઅોનું કોઈ ઠેકાણું નથી, જોકે તેમને અા અભિયાનના માધ્યમથી જોડવામાં અાવશે. અભિયાનનું મૂલ્યાંકન પણ કરાશે અને છ મહિના બાદ ફરીવાર અભિયાન કરાવાશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડિરેક્ટર ડો. સૌમ્યા સ્વા‌મીનાથને જણાવ્યું કે વૈશ્વિક સ્તર પર ટીબીના ૯૫ ટકા કેસને ૨૦૩૫ સુધી પૂરા કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે, પરંતુ ભારત અા લક્ષ્યને ૨૦૨૫ સુધી પૂરું કરવા ઇચ્છે છે. અા માટે ઝડપથી કામ અાગળ વધી રહ્યું છે.

વડા પ્રધાને પણ ટીબીને ખતમ કરવાના પ્રયાસને પ્રાથમિકતા અાપવાનું કહ્યું છે. અા માટે ટીબીની દવાઅો અને તપાસ કિટ માટે થઈ રહેલા સંશોધનમાં પણ ઝડપ અાવશે. ટીબી સામે લડવા માટે ઘણા દેશોમાં ત્રણ નવી દવાઅોનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. ભારતમાં પણ ક્લિનિકલ ટ્રાયલ બાદ દવાનો ઉપયોગ કરાશે. અાગામી વર્ષથી ટીબીના બચાવ માટે વેક્સિન પર પણ કામ શરૂ કરાશે.

You might also like