ટેક્સી ડ્રાઇવરોને રસ્તા પરથી હટાવવા પહોંચી CRPF, ટ્રાફિક જામ કરનાર 15 ચાલકો ઉપર કેસ

નવી દિલ્હી: દિલ્હી એનસીઆરમાં ડીઝલ ટેક્સીઓના પ્રતિબંધ વિરોધમાં ટેક્સી ઓપરેટર્સોએ સોમવારે સવારે વિરોધ પ્રદર્શન કર્યું અને ધોળા કુવા પાસે દિલ્હી ગુડગામ રોડ પણ જામ કરી દીધો. પોલીસે ડીએનડી પર જામ કરનાર 15 ટેક્સી ડ્રાઇવરો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે તેમજ 8 ટેક્સીઓ પણ જપ્ત કરવામાં આવી છે. ત્યારે દિલ્હીના રજોકરી વિસ્તારમાં રસ્તા પર જામ કરનાર લોકોને હટાવવા માટે સીઆરએપને મોકલવામાં આવ્યા હતાં. સીઆરએફ તે સ્થળ પર પહોંચી ગઇ છે.

બીજી બાજુ પ્રતિબંધ અને વિરોધ વચ્ચે કેબ ઓપરેટર્સ જંતર-મંતર અને પંતમાર્ગ તરફ આગળ વધ્યા છે. ઓપરેટર્સે ચેતાવણી આપી છે કે જો એક કલાકમાં તેમની સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નહીં તો તે બીજા રસ્તાઓને પણ જામ કરશે, ભલે પછી ડંડા ખાવા પડે. ટેક્સી ડ્રાઇવરો વિરુદ્ધ નોયડા સેક્ટર 20 પોલીસે આઇપીસીની ધારા 341 હેઠળ એફઆરઆઇ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે હવે જો ફરીથી આવી હરકત કરવામાં આવી તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રદર્શન કરી રહેલા ટેક્સી ડ્રાઇવરોનું કહેવું છે કે કોર્ટના નિર્ણયના કારણે તે લોકો બેરોજગાર થઇ ગયા છે અને તેમની આજીવિકા છીનવાઇ ગઇ છે.

શનિવારે પ્રાઇવેટ ટેક્સી ઓપરેટર્સે સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેચથી પરિપક્વતા ફરી વધારવા માટે અપીલ કરી હતી, કોર્ટે તેને નકારી કાઢી હતી. આંકડા પ્રમાણે દિલ્હીમાં 60 હજાર ટેક્સીઓ રજિસ્ટર્ડ છે, જેમાંથી 21 હજાર ડીઝલથી ચાલે છે. પરંતુ હવે આ ગાડીએ દિલ્હીના રસ્તા પર દોડી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે વધારી હતી સમય મર્યાદા હકીકતમાં, સુપ્રીમ કોર્ટે પ્રડૂષણ પણ સુનવણી કરતાં પહેલા 31 માર્ચ પહેલા પેટ્રોલ અને ડીઝલ ટેક્સીઓને સીએનજીમાં કન્વર્ટ કરવા માટેન સમય મર્યાદા નક્કી કરી હતી. જેતે પથીથી વધારીને 30 એપ્રિલ સુઘી કરવામાં આવી હતી. સુનવણી દરમિયાન કોર્ટે ટેક્સી માલિકોને કહ્યું હતું કે તમને ઘણો સમય આપવામાં આવ્યો છે, અત્યાર સુધી તના વિકલ્પો માટે વિચારવું જોઇતું હતું.

દિલ્હી સરકારે તરત જાહેર કર્યો આદેશ
કોર્ટનો આદેશ આવવાથી પરિવહન મંત્રી ગોપાલ રાયે તેમના ઇન્ફોર્સમેન્ટ વિભાગને 1 મેથી ડીઝલ કાર પર કાર્યવાહી કરવા આદેશ આપી દીધો હતો. સરકારનું કહેવું છે કે જે લોકો પોતાની મનમાની કરે છે તેમને અસલિયન સમજાવવી પડશે. ઓડ ઇવન ફોર્મુલામાંથી સમય નિકાળ્યા પછી દિલ્હી સરકાર એ વાત વિચારી રહી છે કે દિલ્હીની દરેક ગાડીઓ CNG યુક્ત રહે. જો કે નવા નિયમમાં ઓલ ઇન્ડિયા ટૂરિસ્ટ પરમિટની કારોને છૂટ આપવામાં આવી છે. રેડિયો ટેક્સીની જેમ શહેરના પરમિટ વાળી ટેક્સીઓને છૂટ છે. જો કે ઓલા અને ઉબર કંપનીએ પોતાની ટેક્સીઓ સીએનજીમાં બદલાવી પડશે.

દિલ્હી પોલીસને ડીઝલ વાહનની અનુમતિ
સુપ્રીમ કોર્ટે ગ્રીન ટેક્સની ટૂકવણી ઉપર દિલ્હી પોલીસને 2000 સીસી અથવા તેનાથી વધારે સીસીના 190 ડીઝલ વાહનોના રજિસ્ટ્રેશનની અનુમતિ આપી છે. કોર્ટે દિલ્હી જલ બોર્ડને પણ ડીઝલથી ચાલતા પાણીના એના નવા ટેન્કરોનું પરિવહન નોંધણી કરવાની અનુમતિ આપવામાં આવી છે. ડીજેબીને ગ્રીન ટેક્સની ચૂકવણીથી છૂટ આપવામાં આવી છે.

આશરે 50 હજાર ટેક્સીઓ ઉપર અસર
કર્ટના આ નિર્ણયની અસર દિલ્હી એનસીઆરની આશરે 50 હજારથી વધારે ટેક્સીઓ ઉપર થશે. તેનાથી લકને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઓલા અને ઉબરની આશરે 13 હજાર ડીઝલથી ચાલતી ટેક્સીઓ રસ્તા પરથી ખસેડવામાં આવશે, જો કે બંને ઓપરેટરો એ સમય પહેલા આશરે 41 હજાર CNG કાર રસ્તા પર ઉતારી છે.

You might also like