કાળાનાણાં પર મોદી સરકારનું મોટું પગલું, મંત્રીમંડળ પાસેથી મળી મંજૂરી

નવી દિલ્હી: સરકારે કાળાનાણાના સર્જન પર રોક લગાવવાના ઉદ્દેશથી બહુપક્ષીય સંધિ પર હસ્તાક્ષર તકવાની આજે મંજૂરી આપી દીધી જેનાથી કર ચોરી કરવાના ઉદ્દેશથી બેસ ઇરોજન અને લાભ સ્થાળાંતર કરવા પર લગામ લગાડવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી.

ઊર્જા મંત્રી પીયૂ। ગોયલે બેઠકમાં લીધેલા નિર્ણયોની જાણકારી આપતાં કહ્યું કે વર્ષ 2015માં જી 20 અને ઓઇસીડીની બેઠકમાં મોદીએ આ મુદ્દો ઊઠાવ્યો હતો ત્યારબાદ દુનિયાભરના દેશો આ કરાર માટે તૈયાર થયા અને ભારત હવે આ કરાર પર હસ્તાક્ષર કરશે. એમણે કહ્યું કે સરકારે હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે. દુનિયાભરમાં 3 હજારથી વધારે કરાર કરવામાં આવ્યા છે જેનાથી સંશોધિત કરવું શક્ય નથી. એને ધ્યાનમાં લઇને આ કરાર કરવામાં આવી રહ્યો છે કારણ કે કોઇ ઓછો ટેક્સ અથવા ઝીરો ટેક્સ વાળા દેશોમાં બેસ ઇરોજન અથવા લાભ સ્થળાંતર કરી શકશે નહીં.

કંપનીની વિશેષજ્ઞ બહુરાષ્ટ્રીય કંપનીઓ ટેક્સ ચોરી કરવાના ઉદ્દેશથી લાભ હસ્તાતંરિત કરે છે. આ હસ્તાતંરણ એવા દેશોના એકમો પર કરવામાં આવે છે જ્યાં ખૂબ જ ઓછો કોર્પોરેટ ટેક્સ છે અથવા જ્યાં આ ટેક્સ શૂન્ય છે.

http://sambhaavnews.com/

You might also like