ટેક્સ સેવિંગ મ્ચુચ્યુઅલ ફંડમાં ૨૬ ટકા સુધીનું રિટર્ન

નવી દિલ્હી: ઇન્કમટેક્સ બચાવવા માટે ૩૧ માર્ચ સુધી રોકાણ કરવાનું હોય છે. જો રોકાણ કર્યું ન હોય તો મ્યુચ્યુઅલ ફંડ એટલે કે ઇએલએસએસમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકાય છે. ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડે ત્રણ વર્ષમાં ૨૬ ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.

ઇન્કમટેક્સ બચાવતા ટોચનાં પાંચ ફંડનું પર્ફોર્મન્સ સારું રહ્યું છે. આ ફંડમાં રોકવામાં આવતાં નાણાં શેરબજારમાં રોકવામાં આવે છે અને તેથી રિટર્ન બદલાતું રહે છે, જોકે લાંબા ગાળે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ફાયદાકારક માનવામાં આવે છે તેથી આ ફંડ હવે વધુ આકર્ષક બનતું જાય છે.

આ ફંડમાં લઘુતમ ત્રણ વર્ષ માટે રોકાણ જરૂરી હોય છે તેથી તેનું રિટર્ન પણ સારું હોય છે. છેલ્લાં ત્રણ વર્ષના ટોપ ટેક્સ સેવિંગ ફંડ દ્વારા રોકાણકારોને ૨૬ ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. ઇન્કમટેક્સ બચાવવા માટે રોકાણની જે દરખાસ્તો છે તેમાં આ ફંડ સૌથી ઓછા લોક ઇન પિરિયડવાળું હોય છે એટલે કે આ ફંડમાં રોકાણ બાદ ત્રણ વર્ષ પછી ઉપાડી શકાય છે.
http://sambhaavnews.com/

You might also like