ટેક્સ રિફોર્મની જાહેરાત પૂર્વે યુએસ નાસ્ડેક ઈન્ડેક્સ ૬,૦૦૦ની ઉપર બંધ

અમદાવાદ: અમેરિકાની સરકાર ટેક્સમાં રિફોર્મની આજે જાહેરાત કરી શકે છે તે પૂર્વે શેરબજારમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ પ્રથમ વાર ૬,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૬,૦૨૫ના મથાળે બંધ જોવાયો છે. નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સમાં ૪૧.૬૭ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. નોંધનીય છે કે આ અગાઉ માર્ચ-૨૦૦૦માં આઇટી કંપનીઓના સપોર્ટથી નાસ્ડેક ઇન્ડેક્સે ૫,૦૦૦ની સપાટી ક્રોસ કરી હતી.

અમેરિકાની એક અંદાજ મુજબ ૭૫ ટકા જેટલી કંપનીઓનાં પરિણામ અપેક્ષા કરતાં સારાં આવતાં તથા મેક ડોનાલ્ડ અને કેટર પીલર જેવી કંપનીના સારા પરિણામની અસરથી અમેરિકી શેરબજાર ઉછાળે બંધ થયું હતું.  સએન્ડપી-૫૦૦ શેરબજાર ઇન્ડેક્સમાં પણ ૧૪ પોઇન્ટનો સુધારો નોંધાઇ છેલ્લે ૨,૩૮૮ પોઇન્ટના મથાળે બંધ જોવાયો છે. એ જ પ્રમાણે ડાઉ જોન્સ શેરબજાર ઇન્ડેક્સ પણ ૨૩૨ પોઇન્ટના ઉછાળે ૨૧,૦૦૦ની સપાટીની નજીક ૨૦,૯૯૬ની સપાટીએ બંધ જોવાયો છે.

આજે શરૂઆતે મોટા ભાગનાં એશિયાઇ બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યાં હતાં. જાપાનનાે નિક્કીમાં ૧૫૨ પોઇન્ટ, જ્યારે હેંગસેંગ ઇન્ડેક્સમાં ૧૨૪ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ મેક્રોનીને મળેલી સરસાઇના પગલે ફ્રાન્સ હવે યુરો ઝોનમાંથી બહાર નીકળવાની આશંકા હતી તેમાં રાહત મળતાં વૈશ્વિક શેરબજારમાં ઉછાળાની ચાલ નોંધાઇ છે.
http://sambhaavnews.com/

You might also like