ટેક્સ રિફોર્મના આશાવાદે અમેરિકી શેરબજારમાં ઉછાળો

અમદાવાદ: અમેરિકી શેરબજારમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. કંપનીઓનાં સારાં પરિણામના આશાવાદે તથા ટેક્સ રિફોર્મની શક્યતાએ અમેરિકી શેરબજાર સુધારે બંધ થયેલું જોવા મળ્યું હતું. નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ ૫૩ પોઇન્ટના સુધારે ૫,૯૧૬, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૧૭૪ પોઇન્ટના સુધારે ૨૦,૫૭૮ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો છે. એસ એન્ડ પી ૫૦૦ શેરબજાર ઇન્ડેક્સ પણ ૦.૭૬ ટકાના સુધારે ૧૭ પોઇન્ટ વધીને ૨,૩૫૫ની સપાટીએ બંધ જોવાયો છે.

ક્રેડિટકાર્ડ કંપની એએમઇએક્સ, રેલવે કંપની સીએસએક્સનાં પરિણામ અપેક્ષા કરતાં વધુ સારાં આવ્યાં છે તેની અસર શેરબજાર ઉપર જોવા મળી છે. દરમિયાન આજે મોટા ભાગનાં એશિયાઇ શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યાં હતાં. જાપાનનો નિક્કી શેરબજાર ઇન્ડેક્સ ૧૫૯ પોઇન્ટ સુધર્યો હતો. એ જ પ્રમાણે તાઇવાન શેરબજાર ઇન્ડેક્સમાં પણ ૭૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ પણ ૫૪ પોઇન્ટના સુધારે ૨૪,૧૧૧ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like