ટેક્સ રિબેટ યોજના ૧૬મે સુધી લંબાવાઈ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગત તા.૬ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ સુધી પ્રોપર્ટી ટેક્સના ર.૮પ લાખથી વધુ પ્રામાણિક કરદાતાઓ માટે એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના જાહેર કરાઇ હતી. આ યોજના હેઠળ મ્યુનિ. તિજોરીને રૂ.રર૮ કરોડની આવક થઇ હતી.
મ્યુનિ. દ્વારા ટેક્સ રિબેટ યોજના ૧૬ મે સુધી લંબાવાઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી તંત્ર પ્રામા‌િણક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના જાહેર કરે છે. આ યોજના અંતર્ગત જે તે ચાલુ નાણાકીય વર્ષનો એડ્વાન્સમાં ટેક્સ ભરનાર કરદાતાને ટેક્સ બિલમાં દસ ટકાની રાહત અપાય છે. યોજના થકી ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં મ્યુનિ. કોર્પોરેશનને કુલ રૂ.રર૭.૮૩ કરોડની આવક થઇ હતી. ૩૦ એપ્રિલના યોજનાના ‌છેલ્લા દિવસે કરદાતાઓ માટે રાતના ૯-૦૦ વાગ્યા સુધી તમામ સિવિક સેન્ટર ખુલ્લાં રખાયાં હતા.

You might also like