કરનીતિમાં સુધારો લાવવા નાણાં વિભાગે કવાયત હાથ ધરી

નવી દિલ્હી: નાણા વિભાગે કર-નીતિનાં માળખાંમાં સુધારો લાવવા માટે બે કમિટી બનાવી છે. જેમાં એક કમિટીની આગેવાની ખુદ નાણાં પ્રધાન કરશે. જ્યારે બીજી કમિટીની આગેવાની રેવન્યુ સેક્રેટરી કરશે. નાણાં પ્રધાનની આગેવાની હેઠળની ટેક્સ પોલિસી કાઉન્સિલ મહત્વના નીતિગત નિર્ણય લેશે. જ્યારે રેવન્યુ સેક્રેટરીની આગેવાની હેઠળની કમિટી ટેક્સ પોલિસી રિસર્ચ યુનિટ એક મલ્ટી ડિસિપ્લિનરી બોડી હશે. આ બંને કમિટી પહેલી એપ્રિલ ૨૦૧૬થી કાર્ય કરવાનું શરૂ કરી દેશે. નાણાં વિભાગે જણાવ્યું કે ટેક્સ પોલિસી રિસર્ચ યુનિટ વિવિધ ટેક્સ પ્રસ્તાવો માટે એક વિષ્લેષણ નોટ તૈયાર કરશે. વર્તમાન સિસ્ટમ અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસિસ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમને ટેક્સ રિસર્ચ યુનિટ અને ટેક્સ પોલિસી ફંડ લેઝિસ્લેશન સહયોગ આપે છે. બંને બોર્ડ ટેક્સ પ્રસ્તાવોને અલગ અલગ રીતે નાણાં પ્રધાનને મોકલી આપવામાં આવે છે.

You might also like