કરદાતાની સંખ્યામાં ૨૨ ટકા વધારો

મુંબઇ: નોટબંધીને છ મહિના જેટલો સમય થયો છે. સરકારે કાળાં નાણાંને અંકુશમાં લેવા માટે નોટબંધી સહિત િવવિધ પગલાંની જાહેરાત કરી છે. સરકારની આ તમામ પ્રક્રિયાઓ વચ્ચે ટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. કરદાતાની સંખ્યામાં ૯૫ લાખનો ઉમેરો થયો છે.

નોંધનીય છે કે ગઇ કાલે રેવન્યૂ ડીપાર્ટમેન્ટે વડા પ્રધાન સામે જીએસટી સહિત પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં અધિકારીએ કરદાતાની સંખ્યામાં ૯૫ લાખન ઉમેરો થયો હોવાનું જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૬માં ૫,૨૮,૦૦,૦૦૦ લોકોએ રિટર્ન ફાઇલ કર્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીમાં ૨૨ ટકાનો વધારો દર્શાવે છે. સરકારે વધુ ને વધુ લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરવા આગળ આવે તે માટે કવાયત હાથ ધરી છે. એટલું જ નહીં કાળાં નાણાંની વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવા ડીપાર્ટમેન્ટને નિર્દેશો આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશની કુલ સંખ્યાના માત્ર એક ટકા લોકો જ આવકવેરો ભરે છે. આ સંખ્યા વધારવા માટે સરકાર વિવિધ પગલાં દ્વારા કમર કસી રહી છે.
http://sambhaavnews.com/

You might also like