કરરાહતો સમાપ્ત કરાતાં કાનૂની કેસો ઘટશેઃ નાણાં વિભાગ

નવી દિલ્હી: નાણાં વિભાગે જણાવ્યું હતું કે સરકાર ધીમે-ધીમે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરી રહી છે અને તેના કારણે કાનૂની કેસો ઘટશે, એટલું જ નહીં કોર્પોરેટ ટેક્સના નીચા રેટના કારણે ભારત રોકાણ માટે એક સારો દેશ બની શકે છે. આર્થિક મામલાના સચિવના જણાવ્યા પ્રમાણે કોર્પોરેટ ટેક્સમાં આપવામાં આવતી રાહતો સમાપ્ત કરવામાં આવતાં કાયદાકીય કેસો ઘટશે, એટલું જ નહીં કોર્પોરેટ ટેક્સના દર ઓછા કરવાના કારણે ભારત અન્ય દેશો સામે વધુ સ્પર્ધા કરી શકશે.

કોર્પોરેટ ટેક્સના નીચા દરના કારણે નાના અને મધ્યમ કદના એકમોને સૌથી વધુ ફાયદો થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે કરમાં રાહતો આપવાની દરખાસ્તનો પ્રસ્તાવ મૂક્યો છે. આગામી ચાર વર્ષમાં કોર્પોરેટ ટેક્સના દર ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા લાવવા પર સરકારે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે સીબીડીટીએ આ દરખાસ્ત કરી છે.

You might also like